Western Times News

Gujarati News

Pre-School નાં બાળકો માટે દિવસે ઝપકી લેવી ફાયદાકારક

નવી દિલ્હી, વર્તમાન સમયે દિવસે સુવાનો સમય કોઈ પાસે નથી. વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો દિવસે સુવાનું ટાળે છે. અલબત્ત, બાળકોને દિવસે સુવડાવવાના ફાયદા અંગે તાજેતરમાં થયેલા એક સંશોધનમાં રોચક આંકડા સામે આવ્યા છે.

નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રિ-સ્કૂલનાં બાળકો એટલે કે નર્સરી કે પ્રિ-પ્રાઇમરી સ્કૂલ દિવસ દરમિયાન ઊંઘી જાય તો તે તેમના માનસિક વિકાસ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. અત્યાર સુધીમાં ઊંઘ, મેમરી ડેવલપમેન્ટ અને સાક્ષરતા કૌશલ્ય વચ્ચેના સંબંધની વાત કરવામાં આવી હોય તેવા જૂજ સંશોધન થયા છે.

પરંતુ હવે નવા અભ્યાસમાં પ્રિ-સ્કૂલ જતા બાળકો માટે લેટર્સ(Letters) સાઉન્ડ(Sound) કુશળતા શીખવા માટે દિવસના સમયની નિદ્રા ફાયદાકારક હોઈ શકે તેવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાની મેક્વેરી યુનિવર્સિટી(Macquarie University) અને યુકેની યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ(University of Oxford), યોર્ક અને શેફિલ્ડના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં દિવસે ઝપકી લેવાથી પ્રિ-સ્કૂલ બાળકોમાં લેટર્સ સાઉન્ડ અવાજાે શીખવાની ક્ષમતા વિકસાવે છે કે કેમ? તે વિષય પર તપાસ કરવામાં આવી હતી.

મેક્વેરી યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એજ્યુકેશનના લેક્ચરર હુઆ-ચેન વાંગએ ધ્યાન દોર્યું હતું કે શીખ્યા પછી નિદ્રા લેવાથી નવી શીખેલી માહિતીનો નવા કામમાં ઉપયોગ કરવાની ક્ષમતા સરળ બની શકે છે. અમે બાળકોમાં લેટર્સ -સાઉન્ડ મેપિંગ્સ શીખવાથી અને ખાસ કરીને અજાણ્યા શબ્દો વાંચવાના આ જ્ઞાનનો ઉપયોગ કરવાથી સકારાત્મક અસર પડી હોવાનું જાેયું હતું.

આ અભ્યાસના તારણો ચાઇલ્ડ ડેવલપમેન્ટ જર્નલમાં પ્રકાશિત થયા છે. સિડનીમાં બે ડેકેર સેન્ટર્સના ૩-૫ વર્ષની વયના ૩૨ બાળકોએ નિયમિતપણે આ અભ્યાસમાં ભાગ લીધો હતો. આ બાળકોને ડેકેર સેન્ટર્સ દ્વારા અક્ષરોના નામ અથવા ધ્વનિઓનું ઔપચારિક શિક્ષણ આપવામાં આવ્યું ન હતું. દરેક બાળકે બેથી ચાર અઠવાડિયામાં સાત સેશનમાં ભાગ લીધો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.