‘પ્રીટી ગુડ રોસ્ટ શો’માં કુશા કપિલાના મિત્રોએ તેના છૂટાછેડાની મજાક ઉડાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/kusha-kapila.jpeg)
એક્ટર અને કન્ટેન્ટ ક્રિએટર કુશા કપિલા હાલમાં જ ઘણા વિવાદોમાં જોવા મળી હતી
અભિનેત્રીએ કહ્યું- મિત્રતા પર ભરોસો, પૈસા પણ ન લીધા
મુંબઈ,કુશાએ કહ્યું કે જો તેણે એપિસોડને લાઈવ ન થવા દીધો હોત તો તેને કાયર અને સ્લટ કહેવામાં આવી હોત અને તમામ પ્રકારની ટ્રોલિંગ થઈ હોત. છેલ્લા ૬ મહિનામાં વાટાઘાટો દરમિયાન, તેણીને કહેવામાં આવ્યું હતું કે તે આવા જોક્સને ‘લાયક’ છે અને એક છૂટાછેડા લીધેલી મહિલા તરીકે તેણે સમજવું જોઈએ કે આવા જોક્સ થઈ શકે છે. એક્ટર અને કન્ટેન્ટ ક્રિએટર કુશા કપિલા હાલમાં જ ઘણા વિવાદોમાં જોવા મળી હતી. તેનું કારણ એ હતું કે તે યુટ્યુબ પર કોમેડિયન આશિષ સોલંકીના ‘પ્રીટી ગુડ રોસ્ટ શો’માં ભાગ લેતી જોવા મળી હતી.
આ શોમાં સમય રૈના, આદિત્ય કુલશ્રેષ્ઠ, શ્રેયા પ્રિયમ રોય અને ગુરલીન પન્નુ જેવા કોમેડિયન કુશાને શેકતા જોવા મળ્યા હતા. આ શોમાં કુશાના જીવન વિશે કેટલાક જોક્સ હતા, જે લોકોને ચોંકાવનારા કરતાં વધુ ફની લાગ્યા. આવા ઘણા જોક્સ કુશાના છૂટાછેડા વિશે હતા. કુશાએ ૨૦૧૭માં જોરાવર સિંહ અહલુવાલિયા સાથે લગ્ન કર્યા અને ૬ વર્ષ પછી ગયા વર્ષે તેઓ અલગ થઈ ગયા. હવે કુશાએ આશિષ સોલંકીના શોમાં જોક્સને લઈને નિવેદન જાહેર કર્યું છે. કુશાએ કહ્યું કે તેને ખ્યાલ નહોતો કે શોમાં આવા જોક્સ થવાના છે અને જો તેણે એપિસોડ લાઈવ થતા પહેલા કોઈ ફેરફાર કરવા કહ્યું હોત તો તેને ‘કાયર’ કહેવામાં આવત.
કુશાએ પોતાનું નિવેદન જાહેર કરતા કહ્યું કે તેણે આ રોસ્ટ શો એક સારા મિત્ર માટે ‘સદ્ભાવના’ માટે કર્યાે હતો. તેણે કહ્યું, ‘આના માટે કોઈને ફી ચૂકવવામાં આવી ન હતી (ન તો હાસ્ય કલાકારો ન મહેમાનો), તેથી લોકોની દલીલ કે ‘તેમના અપમાનને સાંભળવા માટે તેમને મોટા ચેક મળ્યા’ પાયાવિહોણા છે. કુશાને તેના પર જે જોક્સ કરવામાં આવી રહ્યા છે તેનો ખ્યાલ નહોતો.
તેણે કહ્યું, ‘કદાચ મારે સ્ક્રિપ્ટ માંગવી જોઈતી હતી અને સારી માહિતી મેળવવી જોઈતી હતી. પરંતુ મિત્રો સામેલ હતા, તેથી મેં તે કર્યું નથી. રુકી ભૂલ!’ કુશાએ આગળ કહ્યું, ‘મેં લાઈવ ઓડિયન્સ અને ટેકનિશિયનની સામે કેટલાક કડવા જોક્સને સારી રીતે સહન કર્યા, પરંતુ મને એ વાતની ખુશી નહોતી કે આ લાખો લોકોની સામે ભજવવામાં આવ્યા, કારણ કે આમાંના કેટલાક જોક્સ સીધા મારી સાથે અમાનવીય વર્તન હતા. તેઓ એટલા ક્‰ર હતા કે મને આઘાત લાગ્યો.SS1