પ્રીથી કિચન એપ્લાયન્સિસ દ્વારા નવા યુગનાં મિક્સર-ગ્રાઈન્ડર લોન્ચ
ચેન્નાઈ, આ દિવાળીએ પ્રીથી કિચન એપ્લાયન્સીસ તહેવારોની મોસમને ઉદ્યોગની એક અનોખી રજૂઆત સાથે વિવિધ કન્ઝયુમર ઓફરો સાથે તહેવારોને આનંદમય બનાવવા માગે છે. કેટેગરી લીડર અને પ્રોડકટ ઈનોવેશનમાં પાયોનિયર આ કંપનીએ ઝોડીયાક 2.0ની રજૂઆત કરીને તેના ગ્રાહકો માટેની નિષ્ઠાનો પુનરોચ્ચાર કર્યો છે.
આ પ્રોડક્ટ તેના બેસ્ટ સેલર પ્રીથી ઝોડીયાક મીક્સર-ગ્રાઈન્ડરનું ભવિષ્યલક્ષી અપગ્રેડ છે. એનરીચ+ પ્રીસીશન ગ્રાઈડીંગ મેનુ ની શક્તિ ધરાવતું આ ઉપકરણને કેલ્ક્યુલેટેડ રોટેશન કન્ટ્રોલ કરાયું છે. આ મિક્સર-ગ્રાઈન્ડર સાતત્ય જાળવી રાખે છે અને તંદુરસ્ત આહારની વધતી જતી જરૂરિયાતો સંતોષીને રોજબરોજનો આહાર બહેતર રીતે પચાવી શકાય તેવા પોષક તત્વો ઉપલબ્ધ કરે છે.
આ પ્રસંગે વાત કરતાં પ્રીથી કીચન એપ્લાયન્સીસના મેનેજીંગ ડિરેક્ટર શ્રી એસ. સુબ્રમણ્યને જણાવ્યું હતું કે “આરોગ્ય અને વેલનેસ અંગે સમાજના તમામ વર્ગોમાં સભાનતા પ્રવર્તે છે અને લોકો હવે પોતાનું આરોગ્ય જાળવવા માટે વધુ સક્રિય થયા છે અને ઓર્ગેનિક પ્રોડક્ટસનો ઉપયોગ કરીને અથવા તો રસોઈની બહેતર પ્રણાલિઓ અપનાવીને વધુ આરોગ્યપ્રદ ભોજન ઈચ્છે છે.
આહાર તૈયાર કરવાની પધ્ધતિ બાબતે ઉદ્યોગમાં મોખરાનું સ્થાન ધરાવતા હોવાથી અમે સતત ગ્રાહકોની જરૂરિયાતો માટે રોકાણ કરીને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહિત કરીએ છીએ. પ્રીથી ઝોડીયાક 2.0 મિક્સર ગ્રાઈન્ડર એ આરોગ્ય અંગે સભાન ગ્રાહકો માટેનું અમારૂં ટેકનોલોજી આધારિત સોલ્યુશન છે. અમે માનીએ છીએ કે આ ક્રાંતિકારી ટેકનોલોજી અમારૂં મોખરાનું સ્થાન જાળવવાની સાથે સાથે કીચન એમ્પલાયન્સીસ ઉદ્યોગને એક નવી દિશામાં લઈ જશે. ”
પ્રીથી ઝોડીયાક 2.0ની સાથે અપાતો માસ્ટર શેફ + જાર 7 પ્રકારની કામગીરી બજાવે છે, જેમાં આટો બાંધવાથી માંડીને ચોપીંગ, પાતળી સ્લાઈસીંગ, થીક સ્લાઈસીંગ, ગ્રેટીંગ, મીટ મિન્સીંગ અને સાયટ્રસ જ્યુસીંગમાં કામ આવે છે. આ પ્રોડક્ટમાં અનોખો 3-ઈન-1 ઈન્સ્ટા ફ્રેશ જ્યુસર જાર અપાયેલો છે. જે સેન્ટ્રીફ્યુગલ જ્યુસીંગ, સુપર એક્સટ્રેક્શન અને બ્લેન્ડીંગનું કામ કરે છે.
નવું મિક્સર ગ્રાઈન્ડર રજૂ કરતી વખતે કંપનીના જનરલ મેનેજર માર્કેટીંગ કુ. શ્વેતા સાગર જી. જણાવે છે કે “પ્રીથી ઝોડીયાક 2.0 એ પ્રીથી ઝોડીયાક મિક્સર ગ્રાઈન્ડરને ગ્રાહકોના મળેલા અભૂતપૂર્વ પ્રતિભાવનું પરિણામ છે અને તે નિર્વિવાદપણે એક અત્યંત સફળ રજૂઆત છે. આ પ્રોડક્ટ બે વર્ષના સતત સંશોધનના પીઠબળ વડે તથા ગ્રાહકો સાથે નિષ્ણાત શેફ, ન્યુટ્રિશનિસ્ટ અને એન્જીનિયરોની બનેલી અમારી ટીમે પરામર્શ કર્યા પછી બહાર પડાયું છે.
પ્રીથીની પર્ફેક્ટ ફોર્મ્યુલામાં ગ્રાઈન્ડીંગના સમય, ઝડપ અને ટોર્કનો ઉત્તમ સમન્વય કરવામાં આવ્યો છે. આ કારણે દરેક રેસીપીમાં ઉત્તમ પોષણ અને સ્વાદ જળવાઈ રહે છે. તેમાં એ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે સામગ્રી સારામાં સારી રીતે પ્રોસેસ કરાય. પ્રોસેસીંગ ઓછુ પણ થાય નહીં અને વધુ પણ થાય નહીં.
આના કારણે આહારમાં પોષક તત્વો અને એસેન્સિઅલ ઓઈલની બાયો અવેલિબીલીટી વધે છે અને બહેતર સુગંધ છૂટી પડે છે. પ્રીથી ખાતે અમે સતત અમારા ગ્રાહકો આનંદિત રહે અને તેમનું જીવન બહેતર બને અને પસંદગીની આ બ્રાન્ડનું સ્થાન તેમના દિલમાં જળવાઈ રહે તે માટે એક દાયકા કરતાં વધુ સમયથી કામ કરીએ છીએ.”