પ્રીપેડથી પોસ્ટપેઈડ પર તબદીલ થવા પર ફરીથી KYC કરવાની જરૂર નથી

ટેલિકોમ સેક્ટરમાં હવે ડિજિટલ ફોર્મેટમાં સિમ ખરીદનારા ગ્રાહકોની ચકાસણી થશે. હરાજી દર વર્ષના છેલ્લા ક્વાર્ટરમાં થશે. પ્રીપેડથી પોસ્ટપેઈડ પર તબદીલ થવા પર ફરીથી કેવાયસી નહીં કરવાનું રહે. ટાવરનું સ્થાપન સ્વ -ઘોષણાના આધારે કરવામાં આવશે. ૧૯૫૩ ના નોટિફિકેશન મુજબ લાયસન્સ રાજ સમાપ્ત થઈ ગયું છે.
હવે સાધનો ખરીદવામાં કોઈ સમસ્યા નહીં આવે. સતત બદલાતી ટેક્નોલોજીના આ યુગમાં, સરકાર ઇચ્છે છે કે કંપનીઓ ભારતમાં ૪જી/૫જી ટેક ડિઝાઇન કરે અને તેને સમગ્ર વિશ્વમાં નિકાસ કરે. અનુરાગ ઠાકુરે કહ્યું કે ટેલિકોમ કંપનીઓને રાહત આપવા માટે પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
હવે ઓટોમેટિક રૂટ દ્વારા ટેલિકોમ સેક્ટરમાં ૧૦૦ ટકા રોકાણ કરી શકાય છે. સ્પેક્ટ્રમ શેરિંગને સંપૂર્ણપણે મંજૂરી આપવામાં આવી છે જેથી ટેલિકોમ શેરિંગમાં કોઈ પ્રતિબંધ ન હોય. ટેલિકોમ સેક્ટરમાં તમામ લેણાં માટે, તમામ કંપનીઓ કે જેના પર લેણાં છે તેના માટે ચાર વર્ષના મોરેટોરિયમને (સ્થગિતતા) મંજૂર કરવામાં આવી છે.
મોરેટોરિયમ રકમ પર લેણાં ચૂકવવા પડશે. આ માટે વ્યાજ દર એમસીએલઆર દર ૨ ટકા છે. ટેલિકોમ સેક્ટરને લગતી બેલેન્સ સીટમાં બેંકનું જે પણ એક્સપોઝર હશે, તે ઘટશે. કેન્દ્ર સરકારે નોન-ટેલિકોમ વ્યવસાયને એજીઆર ના દાયરામાંથી બહાર કાઢ્યો છે.
વ્યાજ દરોમાં રાહત આપવામાં આવી છે, દંડ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. સ્પેક્ટ્રમ ફી ૩૦ વર્ષમાં ચૂકવી શકાય છે. બિઝનેસ મોડલમાં ફેરફાર કર્યા બાદ સ્પેક્ટ્રમને સરન્ડર કરી શકાય છે, સ્પેક્ટ્રમ વહેંચણીમાં કોઈ પ્રતિબંધ નથી.