પ્રીમિયમ ઓટો ડીલર ગ્રૂપ લેન્ડમાર્ક 762 કરોડનો IPO લાવશે
અમદાવાદ : અમદાવાદ સ્થિત લેન્ડમાર્ક કાર્સ લિમિટેડે Rs.762 કરોડની ઇનિશિયલ પબ્લિક ઓફર (IPO) માટે સેબીને તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. લેન્ડમાર્ક કાર્સ લિમિટેડ મર્સિડીઝ-બેન્ઝ, હોન્ડા, જીપ, ફોક્સવેગન અને રેનોની ડીલરશીપ સાથે ભારતમાં અગ્રણી પ્રીમિયમ ઓટોમોટિવ રિટેલ બિઝનેસ ધરાવે છે.
ડ્રાફ્ટ પેપર્સ મુજબ, ઇશ્યૂમાં કુલ મળીને Rs.150 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને Rs.612 કરોડ સુધીની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે.
ઓફર ફોર સેલમાં ટીપીજી ગ્રોથ II એસએફ પીટીઈ લિમિટેડ દ્વારા Rs.400 કરોડ સુધી, સંજય કરસનદાસ ઠક્કર એચયુએફ દ્વારા Rs.62 કરોડ સુધી, આસ્થા લિમિટેડ દ્વારા Rs.120 કરોડ સુધી અને ગરિમા મિશ્રા (“સેલિંગ શેરધારકો”) દ્વારા Rs.30 કરોડ સુધીનો સમાવેશ થાય છે. ઓફરમાં પાત્ર કર્મચારીઓને ભરણા માટે અનામત પણ સામેલ છે.
તેના ફ્રેશ ઇશ્યુમાંમાંથી Rs.120 કરોડનો ઉપયોગ સંપૂર્ણ અથવા આંશિક રીતે ઋણની પુન:ચુકવણી અથવા પૂર્વચુકવણી અથવા ચોક્કસ દેવાંને ચુકવવા તથા કંપની અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
લેન્ડમાર્ક કાર, જે ગ્રુપ લેન્ડમાર્ક તરીકે પણ ઓળખાય છે, સમગ્ર ઓટોમોટિવ રિટેલ વેલ્યુ ચેઇનમાં હાજરી ધરાવે છે, જેમાં નવા વાહનોનું વેચાણ (પેસેન્જર તેમજ કોમર્શિયલ), વેચાણ પછીની સેવા અને સમારકામ (સ્પેરપાર્ટ્સ, લુબ્રિકન્ટ્સ અને એસેસરીઝના વેચાણ સહિત), પૂર્વ-માલિકીના પેસેન્જર વાહનોના વેચાણનો સમાવેશ થાય છે.
તેના પેસેન્જર વાહનોના વેચાણમાં વેલ્યુ એડ-ઓન તરીકે, તે તેની ડીલરશીપ મારફત વીમા પોલિસીઓ અને વાહનના ફાઇનાન્સ સહિત થર્ડ-પાર્ટી નાણાકીય યોજનાઓના વેચાણની સુવિધા પણ આપે છે.
નવા વાહનોના વેચાણો અનુસાર, તે નાણાકીય વર્ષ 2021માં મર્સિડીઝ-બેન્ઝ, હોન્ડા, સ્ટેલાન્ટિસ (જીપ) અને કેલેન્ડર વર્ષ 2020માં ફોક્સવેગન અને રેનો માટે નંબર વન ડીલર બની છે. નાણાકીય વર્ષ 2021માં લેન્ડમાર્ક ડીલરશિપે મર્સિડીઝ માટે 1,133 વાહનોનું અને હોન્ડા અને રેનો માટે 4000થી વધુ વાહનો વધુ વેચાણ કર્યું છે.
એકંદરે કંપનીએ તે પૂરી પાડે છે તે તમામ બ્રાન્ડ્સમાં 1,30,000થી વધુ કાર્સનું વેચાણ કર્યું છે. ઉપરાંત, કંપનીએ મુંબઈ અને દિલ્હી NCRમાં તેના MP6 ઇલેક્ટ્રિક વાહનને વેચવા માટે તાજેતરમાં વૈશ્વિક EV કંપની BYD સાથે ભાગીદારી કરી છે.
ચેરમેન અને સ્થાપક, સંજય ઠક્કરે વર્ષ 1998માં હોન્ડા માટે પ્રથમ ડીલરશીપ ખોલી હતી અને કામગીરી શરૂ કરી હતી, અને પછીથી પ્રીમિયમ અને લક્ઝરી ઓટોમોટિવ સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવા સાથે તેના નેટવર્કનું 8 ભારતીય રાજ્યોમાં લગભગ 112 આઉટલેટ્સ સુધી વિસ્તરણ કર્યું હતું, જેમાં 60થી વધુ વેચાણના શોરૂમ્સ અને આઉટલેટ્સ, 50થી વધુ આફ્ટર-સેલ્સ સર્વિસ અને સ્પેર આઉટલેટ્સનો સમાવેશ થાય છે.
કંપનીની વ્યાપાર પ્રક્રિયાઓમાં તેની ઇન્વેન્ટરીનું સંચાલન કરીને અને તેના પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરીને ગ્રાહકની પસંદગીઓ પ્રમાણેના વલણોનું નિરીક્ષણ અને તેને અનુરૂપ તેના ગ્રાહકોને સુવિધા આપવાનો સમાવેશ થાય છે, જેઓ તેમની વેબસાઇટનો ઉપયોગ તેમના વાહનના મેઇન્ટેનન્સના સમયપત્રકને અનુસરવા માટે કરે છે અને કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નો માટે સંપર્ક કરે છે. આ વેબસાઇટ્સ ઉપરાંત, તેણે ગ્રાહકોના પ્રશ્નોના નિરાકરણ માટે અને વેચાણ પછીની સેવાની એપોઇન્ટમેન્ટ્સ નોંધવા માટે એક અગ્રણી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન પર ચેટબોટ પણ લોન્ચ કર્યું છે.
ઓટોમોટિવ ડીલર હોવા ઉપરાંત, તેણે ચેટપે કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ (જે “પીટસ્ટોપ” તરીકે ઓળખાય છે), જે મલ્ટિ-બ્રાન્ડ કાર સર્વિસ અને રીપેર પ્રોવાઇડર છે અને શીઅરડ્રાઇવ પ્રાઇવેટ લિમિટેડ (“શીઅરડ્રાઇવ”), જે ઓટો ટેકનોલોજી સ્ટાર્ટઅપ છે, તે બંનેમાં અનુક્રમે 9.79% અને 19.97% હોલ્ડિંગ મારફત ટેક્નોલોજી અને પ્લેટફોર્મ્સમાં પણ પ્રવેશ કર્યો છે.
કંપની તેની કમાણીમાંથી 50%થી વધુ તેના આફ્ટર સેલ્સ સેગમેન્ટમાંથી મેળવે છે અને તેણે વધુ સારી સેવાની શરૂઆત, સર્વિસ કરેલી કાર દીઠ આવક, બોડી પેઇન્ટ (અકસ્માત સંબંધિત) કામગીરીને વધારીને, ખરીદીઓનું કેન્દ્રીકરણ, સ્થાનો વહેંચવા અને નોન-ટેક્નિકલ સ્ટાફ, ડીલરોનો ઉમેરો અને ટેકનોલોજીકલ સંકલન મારફત તેના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
લેન્ડમાર્ક કાર્સે નાણાકીય વર્ષ 2021માં Rs.1966.34 કરોડની કુલ આવક પર Rs.11.15 કરોડનો નફો નોંધાવ્યો હતો અને સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા છ મહિનામાં Rs.1419.79 કરોડની આવક પર Rs.27.95 કરોડનો નફો મેળવ્યો હતો.
ડિસેમ્બર 2021માં રેટિંગ એજન્સી, ક્રિસિલના એક અહેવાલ અનુસાર, મધ્યમ મેક્રો ઇકોનોમિક વૃદ્ધિ, વધતા શહેરીકરણ, વધતી જતી ખર્ચપાત્ર આવક, PVsના પ્રમાણમાં સ્થિર ખર્ચ અને ઓટો ફાઇનાન્સની વધેલી ઉપલબ્ધતાના પગલે તે નાણાકીય 2021થી નાણાકીય વર્ષ 2026 સુધી પ્રીમિયમ સેગમેન્ટ 10-12% CAGR દરે અને લક્ઝરી સેગમેન્ટ 20-22%ના CAGR દરે વૃદ્ધિ પામવાની અપેક્ષા રાખે છે. જોકે, તે કોવિડ-19 રોગચાળાની અનુગામી લહેરોના પરિણામે કોઈપણ સ્થાનિક અથવા લંબાવેલા લોકડાઉનથી ઉદ્યોગના એકંદર વેચાણ પર અસર પડી શકે છે.
એક્સિસ કેપિટલ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ છે અને લિંક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.