Western Times News

Gujarati News

પ્રીમિયર લીગ-ISL નેક્સ્ટ જનરેશન મુંબઈ કપમાં પ્રીમિયર લીગ સાથે નવી સમજૂતી કરી

પ્રીમિયર લીગ અને હીરો આઇએસએલએ મ્યુચ્યુઅલ કોઓપરેશન એગ્રીમેન્ટ રિન્યૂ કરીને ભારતમાં ફૂટબોલને વિકસાવવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

ફૂટબોલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ લિમિટેડ અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન અને સ્થાપક શ્રીમતી નીતા અંબાણીએ  પ્રીમિયર લીગ-આઇએસએલ નેક્સ્ટ જનરેશન મુંબઈ કપમાં પ્રીમિયર લીગનાં ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ માસ્ટર્સ સાથે નવી સમજૂતી કરી હતી. આ સમજૂતીમાં હીરો આઇએસએલ અને પ્રીમિયમ લીગ ફૂટબોલની રમતનાં તમામ પાસાંઓની જાણકારીઓ અને કુશળતાઓનું આદાનપ્રદાન કરવા સંયુક્તપણે કામ કરવાનું જાળવી રાખશેજેમાં ફૂટબોલ સાથે સંબંધિત વહીવટપ્રતિભાઓનો વિકાસવાણિજ્યિક વૃદ્ધિસંચાલન અને બહોળા સમુદાયમાં રમતને લોકપ્રિય બનાવવાની બાબતો સામેલ છે.

 બંને લીગ વચ્ચે પાર્ટનરશિપની શરૂઆત છ વર્ષ અગાઉ થઈ હતી. આ નવી સમજૂતી બંને લીગને સંયુક્તપણે ભારતમાં કોચિંગરેફરીંગ અને ફૂટબોલનાં વિકાસ માટે સંયુક્તપણે કામ કરવાની સુવિધા આપશે.

 નેક્સ્ટ જનરેશન મુંબઈ કપ એક અઠવાડિયા ચાલશેજેમાં વિવિધ ટીમોમાં રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ અંડર 15 ટીમ પણ સામેલ છે. અહીં શ્રીમતી અંબાણીએ કહ્યું હતું કે, ઇન્ડિયન સુપર લીગે પ્રીમિયર લીગ સાથે અમારી પાર્ટનરશિપનાં આગામી ચરણમાં પ્રવેશ કર્યો છે. છેલ્લાં છ વર્ષથી બંને લીગ ખભેખભો મિલાવીને કામ કરે છે. બંને લીગ સંતોષકારક કામગીરી કરી છે. અમે સંયુક્તપણે ભારતમાં ફૂટબોલની રમતમાં લોકોનો રસ વિકસાવી રહ્યાં છીએ. અમે યુવાન ખેલાડીઓને વિકસાવવાકોચિંગ અને રેફરીંગનાં પાસાંઓ પર કામ કરવા પ્રીમિયર લીગ-આઇએસએલ વચ્ચેની પાર્ટનરશિપને લંબાવી છેજેથી બંને લીગ વચ્ચેનાં સંબંધો વધારે મજબૂત થયા છે.

 નેક્સ્ટ જનરેશન મુંબઈ કપ અંડર 14ની ત્રણ પ્રીમિયર લીગ ધરાવે છે – ચેલ્સીયા એફસી, માન્ચેસ્ટર યુનાઇટેડ એફસી અને સધમ્પ્ટન એફસી – આ ટીમો મુંબઈ આવીને બેંગાલુરુ એફસી, એફસી ગોવા અને રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ સામે મેચ રમશે. ટૂર્નામેન્ટે એકેડેમીનાં ખેલાડીઓને જુદા હવામાનમાં પિચ પર નવો અનુભવ આપશે અને નવી પ્લેયિંગ સ્ટાઇલ આપશેસાથે સાથે તેમને સ્થાનિક શાળાઓ અને સમુદાયને મળવાની તક સાંપડશેજેથી તેઓ અલગ સંસ્કૃતિઓને વધારે સારી રીતે સમજી શકશે.

 એટલું જ નહીં ત્રણ ક્લબનાં પ્રીમિયર લીગનાં કોચ પણ પીજીએમઓએએલના સ્ટાફ સાથે કામ કરે છે, જેઓ મુંબઈમાં મેચનાં અધિકારીઓને કોચ અને રેફરીઓની કુશળતા વધારવામાં મદદ કરે છે. ત્યારબાદ કોચ અને રેફરીઓ સ્થાનિક સમુદાયમાં અને પાયાનાં સ્તરે ફૂટબોલના ખેલાડીઓને આ જાણકારીઓ પહોંચાડવામાં મદદરૂપ થશે.

 પ્રીમિયર લીગના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ માસ્ટર્સે કહ્યું હતું કે, અમને નવી મ્યુચ્યુઅલ કોઓપરેશન એગ્રીમેન્ટ કરીને ભારતમાં ફૂટબોલ વિકસાવવા લાંબા ગાળાની કટિબદ્ધતાને મજબૂત કરવાની ખુશી છે. છેલ્લાં છ વર્ષ દરમિયાન અને હીરો આઇએસએલ સાથે પાર્ટનરશિપમાં અમે ફૂટબોલ કોચિંગ અને ડેવલપમેન્ટ તેમજ રમતનાં અન્ય પાસાઓને સપોર્ટ કર્યો છેજેમાં માળખાગત સુવિધા અને ફાઇનાન્સ સામેલ છે. આ નવી સમજૂતી યુવાનોમાં ફૂટબોલને લોકપ્રિય બનાવવાની સાથે આ રમતનો વ્યાપ વધારવા ભારતીય પાર્ટનર્સ સાથે અમારા જોડાણને ગાઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

 નેક્સ્ટ જનરેશન મુંબઈ કપમાં ફૂટબોલની અન્ય સંસ્થાઓ સાથે કામ કરવા પ્રીમિયર લીગની કટિબદ્ધતા સૂચવે છેજેથી અન્ય સંસ્થાઓને ફાઇનાન્સએકેડેમી અને યુવાન ફૂટબોલ અને કોચિંગ સહિત વ્યવસાય અને ડિલિવરી ક્ષેત્રોમાં મદદ મળશે.

 ટૂર્નામેન્ટની વિવિધ પ્રવૃત્તિઓ યુકે સ્પોર્ટ્સ એલાયન્સ સાથે જોડાણને વધાર્યું હતુંજેની કોન્ફરન્સ અને બેઠકો વિવિધ રમતો વચ્ચે જાણકારીને નેક્સ્ટ જનરેશન મુંબઈ કપ સાથે સુસંગત હતી.

 બ્રિટનનાં ઇન્ટરનેશનલ ટ્રેડ અને બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર અને વેસ્ટ ઇન્ડિયામાં સાઉથ એશિયા માટે ટ્રેડ કમિશનર હર મેજેસ્ટી ક્રિસ્પિન સિમોને કહ્યું હતું કે, મને ખુશી છે કેપ્રીમિયર લીગે ભારત પ્રત્યે કટિબદ્ધતા જાળવી રાખી છે અને ઇન્ડિયન સુપર લીગ સાથે જોડાણ જાળવી રાખ્યું છે. પ્રીમિયર લીગ આંતરરાષ્ટ્રીય સ્તરે રમતમાં ઉત્કૃષ્ટતા લાવે છે અને ભારતમાં એણે ફૂટબોલની રમતને ઝડપથી લોકપ્રિય બનાવવા માટે સપોર્ટ કરવાનું જાળવી રાખશે. બ્રિટનની સરકાર બંને દેશોમાં રમતને વિકસાવવા માટે લીગ સાથે કામ કરવાનું જાળવી રાખશે. આ કામગીરી ઇન્ડિયા-યુકે સ્પોર્ટ્સ એલાયન્સ દ્વારા થઈ રહ્યું છેજે સંયુક્તપણે બંને દેશોમાં પ્રભાવશાળી વ્યક્તિઓને જોડાણ માટે એકમંચ પર લાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.