પ્રેગનેન્ટ યુવતીના ઘરે જઈને છેડતી કર્યાની ફરિયાદ
અમદાવાદ: યુવક દ્વારા પ્રેગનેન્ટ યુવતીની છેડતી કર્યા બાદ તેની સામે પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પછી પણ યુવકે પરિણીતાના ઘરે આવીને છેડતી કરીને અભદ્ર વર્તન કરીને મારામારી પણ કરી હતી. પોતાની સાથે ફરી યુવક દ્વારા અત્યાચાર થતા પરિણીતાએ વધુ એકવાર પોલીસની મદદ લેવી પડી છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બનેલી આ ઘટના સગર્ભા ૨૩ વર્ષીય રીટા (નામ બદલ્યું છે)એ પોતાના વિસ્તારમાં રહેતા ગૌરાંગ રોહિત સામે ૩૦ એપ્રિલના રોજ છેડતી કરી હોવાની ઘટના બનતા ફરિયાદ નોંધાવી હતી.
મીના વિસ્તારમાં રહેતા ગૌરાંગે પ્રેગનેન્ટ હોવાથી યુવતી પોતાની માતાના ઘરે રહેતી હોવાથી તેના ઘરે જઈને વધુ એક વખત છેડતી કર્યાની ઘટના બનતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રેગનેન્ટ રીટાએ, ગૌરાંગ ઉર્ફે બંટી તથા તેના મિત્રો સંજય બળદેવભાઈ ઠાકોર અને જાેસેફ અરવિંદભાઈ ખ્રિસ્તી સામે ફરિયાદ કરી છે. રીટાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગૌરાંગે મારા ઘરે આવીને તેના વિરુદ્ધમાં કરેલી ફરિયાદ પાછી ખેંચી લેવામાં નહીં તો મજા નહીં આવે તેવી ધમકી આપી હતી
ગૌરાંગે આ દરમિયાન રીટા, તેના ભાઈ અને માતાની સાથે ઝઘડો કરીને જાેરજાેરથી બિભત્સ ગાળો બોલવાનું શરુ કર્યું હતું. જ્યારે રીટાના ભાઈએ આમ ના કરવા કહ્યું તો તેને લાકડીના ફટકા માર્યા હતા. રીટા કહે છે કે, જ્યારે મે ગૌરાંગને ગાળો બોલવાની ના પાડી તો તેણે મારા શરીર પર પહેલો દુપટ્ટો ખેંચી લીધો અને મારા છાતીના ભાગે હાથ ફેરવવા લાગ્યો હતો.” રીટા કહે છે કે ગૌરાંગે દુપટ્ટો ખેંચીને છેડતી કરી તો તેની સાથે આવેલા સંજય અને જાેસેફે મારા ભાઈ અને માતા સાથે છૂટ્ટા હાથે મારામારી કરી હતી.
સ્થિતિ વધારે કપરી બની જતા રીટાએ મદદ માટે બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને મામલાને શાંત કરવાની કોશિશો કરી હતી. આ દરમિયાન કંચનબેન પરમાર નામના મહિલાએ પણ રીટા અને તેની માતા સાથે મારઝૂડ કરી હતી, જાેકે આસપાસના રહીશો મદદ માટે દોડી આવતા તેમને વધુ માર મારતા બચાવ્યા હતા. ગૌરાંગ અને તેના મિત્રો તથા કંચનબેને અમને હાઉસિંગમાંથી મકાન ખાલી કરીને જતા રહેવાનું કહીને ધમકી આપી હતી કે અહીંથી જશો નહીં તો જીવતા નહીં છોડીએ. આ પછી રીટાએ પોલીસ કંટ્રોલરુમમાં ફોન કર્યો હતો, જે બાદ નિકોલ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો શાંત પડાવ્યો હતો અને ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે.