Western Times News

Gujarati News

પ્રેગ્નન્સી બાદ બોસી લુકમાં રેમ્પ વોક કરતી નજર આવી દીપિકા

અભિનેત્રી દીપિકા પાદુકોણને કોઈ ઓળખની જરૂર નથી

ગયા વર્ષે અભિનેત્રી દીપિકા પાદુકોણે એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો, આ બાળકીનું નામ તેણે દુઆ રાખ્યું છે
મુંબઈ,
અભિનેત્રી દીપિકા પાદુકોણને કોઈ ઓળખની જરૂર નથી. આ ખૂબસૂરત અભિનેત્રીએ પોતાની અભિનયક્ષમતાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નામ, દામ અને કીર્તિ મેળવી છે. હાલમાં જ અભિનેત્રી સબ્યસાચીના કાર્યક્રમમાં રેમ્પ વોક કરતી નજરે પડી હતી.દિપીકાના ફેન્સની સંખ્યા લાખોમાં છે. લોકો તેની એક ઝલક જોવા માટે આતુર હોય છે. પ્રેગ્નન્સી બાદ દીપિકા પાદુકોણ માતૃત્વનો આનંદ માણી રહી છે અને તેની નાનકડી પરી સાથે તેનો સમય પસાર કરી રહી છે.ગયા વર્ષે અભિનેત્રી દીપિકા પાદુકોણે એક સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીનું નામ તેણે દુઆ રાખ્યું છે. દુઆ પિતા રણવીર સિંહ અને માતા દીપિકા પાદુકોણની ઘણી જ લાડકી છે. તેથી જ કદાચ દીપિકાએ તેના કામકાજથી થોડો સમય બ્રેક લીધો અને દુઆ સાથે સમય વિતાવવાનુ નક્કી કર્યું હતું. હવે દીપિકા પોતાના કામકાજ પર ફોકસ કરી રહી છે.

ડિલિવરી બાદ તે હાલમાં ફરીવાર રેમ્પ પર વોક કરતી નજરે પડી હતી. રેમ્પ પર વોક કરતી દીપીકાનો લુક જોઈને તેના ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, કારણ કે તેનો લુક હૂબહું અભિનેત્રી રેખાના બોસી લુક સાથે મેળ ખાતો હતો. આ રેમ્પવોક બાદ તેના ચાહકો દીપિકા પાદુકોણની તુલના અભિનેત્રી રેખા સાથે કરવા લાગ્યા છે.ફેશન ડિઝાઈનર સબ્યસાચીની પચ્ચીસમી એનિવર્સરી માટે એક શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપિકા પાદુકોણે પણ ભાગ લીધો હતો અને રેમ્પ વોક કર્યાે હતો. રેમ્પ પર દીપિકાએ પોતાની અદાઓના કામણ પાથર્યા હતા અને લોકોને ઘાયલ કર્યા હતા. દીપિકાના લુક પર દરેકની નજર ખોડાઈ ગઈ હતી.દીપિકાએ વાઈટ પેન્ટ, ટોપ અને ટ્રેન્ચ કોટ પહેર્યાે હતો. આ સાથે ગળામાં તેણે રૂબી અને ડાયમંડનું ક્રોસ પેન્ડન્ટ પણ પહેર્યું હતું. કાળા ગ્લવ્ઝ, વાળમાં હાઈ બન અને ચશ્મા સાથે તેણે પોતાનો સ્ટનીંગ લુક કમ્પ્લીટ કર્યાે હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.