પ્રેગ્નેન્ટ કરીનાને માતા બબીતાએ તેલ માલિશ કરી
મુંબઈ: પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાન હાલ પોતાના પરિવાર સાથે ખૂબ સમય વિતાવી રહી છે. પોતાના શૂટિંગ પ્રોજેક્ટ પૂરા કર્યા પછી કરીના ફેમિલી ટાઈમને માણી રહી છે. કરીના કપૂરે હાલમાં જ પોતાની મમ્મી સાથેની એક તસવીર શેર કરી છે.
જેમાં પ્રેગ્નેન્ટ દીકરી કરીનાને મમ્મી બબીતા કપૂર તેલ માલિશ કરી આપતી જોવા મળે છે. મમ્મીનું વહાલ મળે પછી બીજું શું જોઈએ. મા-દીકરીની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
‘મમ્મીના હાથની માલિશ તસવીરમાં કરીના પોતાનું ફેવરિટ કફ્તાન પહેરેલી જોવા મળે છે
કરીનાએ મમ્મી બબીતા કપૂર સાથેની આ તસવીર શેર કરતાં લખ્યું, ‘મમ્મીના હાથની માલિશ તસવીરમાં કરીના પોતાનું ફેવરિટ કફ્તાન પહેરેલી જોવા મળે છે. તો બબીતા કપૂરે પિંક રંગનું લાઈનિંગવાળું શર્ટ પહેર્યું છે.
તેઓ પ્રેમથી દીકરીના માથામાં માલિશ કરી આપતા જોવા મળે છે. તો માનો વહાલસભર હાથ માથામાં ફરતાં કરીનાના ચહેરા પર પરમાનંદ અને સંતોષ જોવા મળે છે. કરીના અને બબીતા કપૂરની આ તસવીર પર બેબોની બેસ્ટ ફ્રેન્ડ મલાઈકા અરોરાએ કોમેન્ટ કરીને સો સ્વીટ લખ્યું છે.
સ્વ. ઋષિ કપૂરની દીકરી અને કરીનાની કઝિન રિદ્ધિમા કપૂર સહાનીએ પણ કોમેન્ટમાં હાર્ટનું ઈમોજી મૂક્યું છે.
તો સ્વ. ઋષિ કપૂરની દીકરી અને કરીનાની કઝિન રિદ્ધિમા કપૂર સહાનીએ પણ કોમેન્ટમાં હાર્ટનું ઈમોજી મૂક્યું છે. આ સિવાય પણ ઘણા સેલેબ્સે કરીના કપૂરની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. આજે ૩૦ ઓક્ટોબરના રોજ રાજ કપૂરની મોટી દીકરી રિતુ નંદાની ૭૨મી જન્મતિથિ છે. ત્યારે કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર ખાન, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સહાની સહિતના કપૂર ખાનદાનના સભ્યોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમને યાદ કર્યા હતા.
સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કેન્સર સામેની લાંબી લડાઈ બાદ જાન્યુઆરી ૨૦૨૦માં રિતુ નંદાનું અવસાન થયું હતું. જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને બીજી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પાડીને કપલે જણાવ્યું હતું, “અમને જણાવતાં આનંદ થાય છે કે અમારો પરિવાર મોટો થઈ રહ્યો છે.
તમારા સૌના પ્રેમ અને સપોર્ટ માટે આભાર.” કરીના અને સૈફ અલી ખાને ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. ૨૦૧૬માં તેમના પ્રથમ સંતાનનો જન્મ થયો હતો. ૨૦ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ સૈફ-કરીનાના દીકરા તૈમૂર અલી ખાન પટૌડીનો જન્મ થયો હતો.