Western Times News

Gujarati News

પ્રેગ્નેન્ટ દીયા મિર્ઝાએ ઘરના ધાબાને જિમમાં ફેરવી દીધું

મુંબઈ: મોમ-ટુ-બી દીયા મિર્ઝા ઈન્સ્ટાગ્રામ પર વર્કઆઉટ વીડિયો શેર કરીને દરેકને પ્રેરણા આપી રહી છે. પ્રોફેશનલ ઈન્સ્ટ્રક્ટરની હાજરીમાં એક્ટ્રેસ યોગાસન, પુલિંગ એક્સર્સાઈઝ અને સામાન્ય વેઈટ ટ્રેનિંગ વર્કઆઉટ કરી રહી છે. દીયા મિર્ઝા પહેલીવાર મા બનવા જઈ રહી છે. મુંબઈમાં કોરોના વાયરસના કેસ જે ગતિએ વધી રહ્યા છે તેને જાેઈને એક્ટ્રેસે ઘરના ધાબાને જ જિમ બનાવી લીધું છે. જ્યાં તે નિયમિત વર્કઆઉટ અને એક્સર્સાઈઝ કરે છે. દીયા મિર્ઝાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ટી-શર્ટ, ટ્રેક પેન્ટ અને શૂઝમાં જાેવા મળી રહી છે. એક્ટ્રેસે પોતાના વાળ બાંધીને રાખ્યા છે.

એક્ટ્રેસનો બેબી બમ્પ વીડિયોમાં સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે. વૈભવ રેખી સાથે લગ્ન કર્યાના દોઢ મહિના બાદ દીયા મિર્ઝાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. દીયાએ પતિ તેમજ સાવકી દીકરી સાથેના માલદીવ્સ વેકેશનમાંથી તસવીર શેર કરી હતી અને ફેન્સને ગુડ ન્યૂઝ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, લગ્ન બાદ કપલ હનીમૂન માટે માલદીવ્સ ગયું હતુંં. દીયા મિર્ઝાએ ગુડ ન્યૂઝ આપતાં ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે તેમજ ફેન્સે તેના પર અભિનંદનના મેસેજનો વરસાદ કર્યો હતો. તો કેટલાકે તેના લગ્ન થયાના સમય પર સવાલ કર્યા હતા. એક ઈન્ટાગ્રામ યૂઝરે દિયા મિર્ઝાની એક પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘તે સારું છે,

અભિનંદન. પરંતુ સમસ્યા એ છે કે તેણે મહિલા પૂજારી સાથે સ્ટીરિયોટાઈપ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેણે લગ્ન પહેલા પ્રેગ્નેન્સીની જાહેરાત કેમ ન કરી? લગ્ન બાદ પ્રેગ્નેન્ટ થઈને શું આપણે સ્ટીરિયોટાઈપને અનુસરતા નથી? મહિલાઓ લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ કેમ ન થઈ શકે?’. ઈન્સ્ટાગ્રામ યૂઝરને જવાબ આપતાં દિયાએ લખ્યું કે, ‘રસપ્રદ સવાલ. પહેલા તો, હું પ્રેગ્નેન્ટ છું એટલે અમે લગ્ન નહોતા કર્યા. અમે એટલા માટે લગ્ન કર્યા કારણ કે અમે અમારું આગળનું જીવન સાથે પસાર કરવા ઈચ્છતા હતા.

જ્યારે અમે લગ્નની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અમને પ્રેગ્નેન્સીની જાણ થઈ. તેથી, આ લગ્ન પ્રેગ્નેન્સીનું પરિણામ નથી. મેડિકલ કારણોથી જ્યાં સુધી અમને સુરક્ષિત ન લાગ્યું ત્યાં સુધી અમે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી નહીં. આ મારા જીવનના સૌથી ખુશી સમાચાર છે. આ માટે હું વર્ષોથી રાહ જાેઈ રહી હતી. મેડિકલ કારણ સિવાય અન્ય કોઈ કારણસર મેં આ ન્યૂઝ છુપાવ્યા નહોતા’.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.