પ્રેગ્નેન્ટ હોવાની વાત દિશા પરમારે અફવા ગણાવી
મુંબઇ, દિશા પરમાર અને રાહુલ વૈદ્ય ગુરુવારે (૧૭ ફેબ્રુઆરી) ડિનર ડેટ પર ગયા હતા. આ દરમિયાન બંને ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થયા હતા અને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેણે ચર્ચા જગાવી હતી.
રાહુલ વૈદ્યએ બ્લેક કલરનું ટીશર્ટ અને ડેનિમ જ્યારે દિશા પરમારે ઓરેન્જ કલરનો ઓવરસાઈઝ શર્ટ ડેનિમ સાથે પહેર્યો હતો. આ કારણે અટકળો શરૂ થઈ હતી. સોશિયલ મીડિયા યૂઝર્સ શું તે પ્રેગ્નેન્ટ છે તેવી કોમેન્ટ કરવા લાગ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું હતું કે, ઓવરસાઈઝ શર્ટ અને ચહેરા પર જે ગ્લો છે તેના પરથી દિશા પરમાર પ્રેગ્નેન્ટ લાગે છે.
આ બધી કોમેન્ટ પર પ્રતિક્રિયા આપતા, દિશા પરમારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સ્પષ્ટતા કરતું એક નાનું સ્ટેટમેન્ટ લખ્યું છે. દિશા પરમારે પ્રેગ્નેન્સીની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે હવે ક્યારેય ફરીથી ઓવરસાઈઝ શર્ટ નહીં પહેરું.
આ સિવાય જેઓ ફોન કરી રહ્યા છે અને જાણવા માગે છે. પ્રેગ્નેન્ટ નથી. તેનો અર્થ એ થયો કે એક્ટ્રેસ પ્રેગ્નેન્ટ નથી અને તેના ફેન્સ સહિતના લોકોને કપડાના કારણે ગેરસમજણ ઊભી થઈ હતી. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં રાહુલ વૈદ્ય અને દિશા પરમારે બેબી પ્લાનિંગ વિશે વાત કરી હતી. રાહુલ વૈદ્યએ કહ્યું હતું કે, મને તો આવતીકાલે જ બાળક જાેઈએ છે.
મારા પર વિશ્વાસ કરો. હું તો પહેલા દિવસથી કહી રહ્યો છું અને હું હાર્ડ વર્ક પણ કરી રહ્યો છું. જાે કે, દિશા પરમારનું રિએક્શન તેનાથી એકદમ વિપરીત હતું. તેણે કહ્યું હતું કે, લગ્નને હજી સાત-આઠ મહિના જ થયા છે. આપણે થોડી રાહ જાેવી જાેઈએ.
દિશા પરમાર અને રાહુલ વૈદ્યના લગ્ન ૧૬ જુલાઈ, ૨૦૨૧મા થયા હતા. જેમાં ઈન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સ અને સિંગર્સ હાજર રહ્યા હતા. રાહુલ વૈદ્ય જ્યારે બિગ બોસ ૧૪ના ઘરમાં હતો ત્યારે તેણે નેશનલ ટીવી પર દિશાને પ્રપોઝ કર્યું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, દિશા પરમાર હાલ બડે અચ્છ લગતે હૈ ૨માં નકુલ મહેતાની ઓપોઝિટમાં પ્રિયાનું પાત્ર ભજવી રહી છે. રાહુલ અને દિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેમના જીવનની કેટલીક ક્ષણો ફેન્સ સાથે શેર કરતા રહે છે.SSS