પ્રેગ્નેન્સી વખતે મીરાને શાંત રહેવામાં શાહિદે મદદ કરી
મુંબઈ: મીરા રાજપૂત અને શાહિદ કપૂરે ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. ત્યારથી કપલ આદર્શ દાંપત્યજીવનનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ૨૦૧૬માં શાહિદ અને મીરાની દીકરી મીશાનો જન્મ થયો હતો. બે વર્ષ બાદ શાહિદ અને મીરા બીજીવાર પેરેન્ટ્સ બન્યા અને તેમના દીકરા ઝૈનનો જન્મ થયો.
શાહિદ હંમેશા બે સુંદર બાળકોના પિતા હોવાનો ગર્વ લેતો રહે છે ત્યારે આ વખતે મીરાએ પોતાની બંને પ્રેગ્નેન્સી વિશે વાત કરી છે. સાથે જ યંગ મમ્મીઓને ટિપ્સ અને ટ્રિક્સ જણાવી છે. લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં મીરા રાજપૂતે જણાવ્યું પ્રેગ્નેન્સી દરમિયાન સપોર્ટિવ પાર્ટનર હોવો કેટલું જરૂરી છે.
સારા પતિ અને પિતા તરીકે શાહિદના વખાણ કરતાં મીરાએ કહ્યું કે, દરેક પગલે તમારા જીવનસાથીનો સાથ હોવો જરૂરી છે. મીરાના જણાવ્યા અનુસાર, તેની બંને પ્રેગ્નેન્સી વખતે શાહિદે તેને શાંત અને ખુશ રહેવામાં મદદ કરી હતી, જેના કારણે તેની માતૃત્વની જર્ની ખૂબ સુંદર બની હતી.
મીરાએ કહ્યું, શાહિદ અને મારા પરિવારના સંપૂર્ણ સહકારથી જ આ કરી શકી. શાહિદના ઘરે આવ્યા બાદ મીરાએ કિચનની જવાબદારી સંભાળી લીધી હતી અને તેના સુપરસ્ટાર પતિ તેમજ પરિવારને હેલ્ધી ડાયટ લેતા કર્યા હતા. મીરાએ શાહિદને હેલ્ધી ડાયટ લેતો કર્યો સાથે જ તેના બાળકો માટે પણ આનું પાલન કરે છે.
બાળકોને અત્યારથી હેલ્ધી જીવનશૈલી તરફ વાળવાનું કારણ જણાવતા મીરાએ કહ્યું કે, આનાથી તે અને તેનો પરિવાર આખું વર્ષ તંદુરસ્ત અને નીરોગી રહ્યા હતા. આ સાથે જ મીરાએ બાળકોને ભારતીય મૂળ અને પરંપરાઓ વિશે માહિતગાર કરવા પર ભાર આપ્યો છે.
જણાવી દઈએ કે, શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂત હાલ ગોવામાં રજાઓ માણી રહ્યા છે. શાહિદ કપૂરે જર્સીનું શૂટિંગ પૂરું કર્યું પછી કપલ વેકેશન માટે ઉપડ્યું છે. જણાવી દઈએ કે, ફિલ્મ જર્સી ૨૦૨૧માં દિવાળી વખતે રિલીઝ થવાની છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મીરાએ થોડા દિવસ પહેલા મીરાએ ઈન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનીથિંગ સેશન રાખ્યું હતું. જેમાં યૂઝર્સે કેટલાક મજેદાર સવાલ પૂછ્યા હતા, તો મીરાએ પણ તે સવાલના જવાબ આપ્યા હતા.