Western Times News

Gujarati News

પ્રેમજાળમાં ફસાવીને રુપિયા પડાવતા કપલને પોલીસે ઝડપ્યું

પ્રતિકાત્મક

પ્રિયંકા જૈન ઉર્ફે પ્રિયાએ વિધર્મી પતિ અસ્ફાક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જાેકે પતિ કોઈ કામધંધો કરતો નહોતો

સુરત,  ફેસબુક પર ફેક આઇડી બનાવી કુંવારા યુવકો સાથે મિત્રતા કરી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યેનકેન પ્રકારે નાણાં પડાવી લેતી મુંબઇની જૈન યુવતી અને તેના વિધર્મી પતિની પુણા પોલીસે ધરપકડ કરી હતી. આ દંપતીએ પુણાનાં કારખાનેદારને ફસાવીને રુપિયા ૨.૫ લાખ ઓનલાઈન પડાવી લીધા હતા.

આ મામલે ફરિયાદ થતા પોલીસે વોચ ગોઠવીને યુવતી અને તેના સાથીદારને મુંબઈથી પકડી લીધા હતા. કેસની વિગત મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં પુણાગામ સ્વામીનારાયણ મંદિર પાસે અર્જુનનગર સોસાયટી વિભાગમાં ભાઈ-ભાભી સાથે રહેતા ૨૭ વર્ષીય અપરિણીત શાંતીભાઇ કાળુભાઇ સોરઠીયા કાપડનો વેપાર કરે છે.

વર્ષ પહેલા લોકડાઉનમાં વતન ગયા ત્યારે ફેસબુક પર પ્રિયંકા જૈનની ફ્રેન્ડ રીકવેસ્ટ સ્વીકારી હતી. ત્યારે બાદ મેસેજથી શરું થયેલી વાત પ્રેમમાં પરીણમી જેમાંપ્રિયંકાએ જણાવ્યું હતું કે તે મૂળ ભાવનગરના પાલીતાણાની વતની હોવાનું અને મમ્મીને લીવરની બીમારીથી અવસાન બાદ હાલ પપ્પા, બહેન સાથે મુંબઈ રહેતી હોવાનું જણાવ્યું હતું.

જે બાદ એક દિવસ તેણીએ ફોન કરી કહ્યું કે, તેની પાસેથી ખાવા માટે રુપિયા નથી તેથી શાંતિભાઈએ ૨ હજાર ઓનલાઈન મોકલ્યા હતા. પછી પ્રિયંકાએ શાંતિભાઈ સાથે લગ્નની વાત કરી હતી. ત્યાર બાદ પ્રિયંકાએ કહ્યું કે તેનું એપેન્ડીક્શનું ઓપરેશન છે તેથી રુપિયાની જરૂરત છે કહેતા ૨૦ હજાર પછી નાકના હાડકાના ઓપરેશન માટે ૧૫ હજાર આપ્યા હતા. પ્રિયંકાએ અલગ-અલગ બહાને રુ.૨.૦૫ લાખ કઢાવ્યા હતા.

ત્યાર બાદ પણ રુપિયા માંગતા શાંતિભાઈને શંકા ગઈ પ્રિયંકાને જણાવ્યું હતું કે પોતે મુંબઈ આવશે અને મળશે પછી રુપિયા આપશે. જાેકે આ બાબતે પ્રિયંકાએ ઝઘડો કર્યો હતો. આ મામલે શાંતિભાઇએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા એક ટીમ મુંબઇ જઇ અંકીતા ઉર્ફે પ્રિયંકા ઉર્ફે પ્રિયા અસ્ફાક સાબીતઅલી શેખ અને તેના પતિ અસ્ફાક ઉર્ફે અફાક સાબીતઅલી શેખની ધરપકડ કરી હતી.

પ્રિયંકાએ એપેન્ડીક્ષનું ઓપરેશન, નાકના હાડકાનું ઓપરેશન, પોતે બીમાર છે, ભાડાના ફ્લેટની ડીપોઝીટ, લાઇટબીલ, કરીયાણા, ફલેટનું ભાડું, પાર્લરનો ખર્ચ, હોસ્પિટલનો ખર્ચ, એક્ટીવા ખરીદવા માટેનો ખર્ચ, તથા ભાવનગર ખાતે આવવા ભાડા પેટે પૈસા પડાવ્યા હતા.

બંને આરોપીઓએ પૈસા કમાવા આ માયાજાળ ઉભી કરી હતી. જૈન પરિવારની અંકીતાએ વિધર્મી યુવાન અસ્ફાક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ પતિ કોઈ કામ ધંધો કરતો ન હોય બંનેએ અપરણિત યુવાનો સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી પોતાની માયાજાળમાં ફસાવી પૈસા કમાવવાનું શરૂ કર્યું હતું. બંનેએ અન્ય કેટલા યુવાન સાથે ઠગાઈ કરી છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.