Western Times News

Gujarati News

પ્રેમની ભવાઈ, એક અસામાન્ય પ્રેમ કથા!- કલર્સ ગુજરાતી પર

અમદાવાદ,  તેઓ કહે છે કે, વિરોધી આકર્ષણ હોય છે. પરંતુ શું થાય જ્યારે એક-બીજાની આંખોમાં આંખ નાખી જોઈ શકવા અસક્ષમ બે વિશિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા રૂદ્ર અને ધારા પવિત્ર લગ્ન સંબંધમાં બંધાયેલા હોય? કલર્સ ગુજરાતી પ્રેમની ભવાઈ ધારાવાહિક શરૂ કરવા જઈ રહ્યુ છે. જે કલર્સ મરાઠીની ટીકાકારત્મક લોકપ્રિય ટીવી ધારાવાહિક જીવ સાલા યેદાપિસા પર આધારિત છે. રૂદ્ર અને ધારાની જર્નીનો 10 માર્ચ, હોળીના દિવસથી શરૂ થતી ધારાવાહિકનો ભાગ બનો. દરરોજ સોમથી શનિ સાંજે 7 વાગ્યે કલર્સ ગુજરાતી પર પ્રસારિત થશે.

પ્રેમની ભવાઈ અભણ અને અનૈતિક રૂદ્ર અને શિક્ષિત મહિલા જે કંઈપણ કરતાં પહેલાં મૂલ્યાંકન કરતી ધારા વચ્ચેના પ્રેમ અને નફરતની કહાની છે. આ પ્રેમ કહાની રાજકીય અને નૈતિકતાનુ રસપ્રદ પ્રસારણ કરે છે. તેઓ એક-બીજાની નજીક આવે છે. એક-બીજાને સમજવાનુ શરૂ કરે છે. પરંતુ જ્યારે ચોક અને ચીઝનુ મિશ્રણ થાય ત્યારે શું બને? શું તેઓ પોતાના લગ્નજીવનને બચાવી શકશે. તેઓ પોતાના સંબંધને વધુ ગાઢ બનાવી શકશે?

કલર્સ ગુજરાતી પ્રોગ્રામિંગ હેડ દર્શિલ ભટ્ટ આ રસપ્રદ ધારાવાહિક વિશે જણાવે છે કે, કલર્સ ગુજરાતીમાં અમે અમારા દર્શકોને અજોડ અને આકર્ષક કન્ટેન્ટ દ્વારા  મનોરંજનનુ ભાણુ પીરસવા માટે તત્પર હોઈએ છીએ. અમે ટીવી જોવા માટે ફાળવાયેલા સમયને આકર્ષક કન્ટેન્ટ આપવા પ્રતિબદ્ધ છે. સ્ટાર કાસ્ટ અને આકર્ષક સ્ક્રિપ્ટ આધારિત પ્રેમની ભવાઈ અમારા દર્શકોને સંપૂર્ણ મનોરંજનનો અનુભવ કરાવશે. શો ગુજરાતના ર્હદયનો એક ભાગ છે. ખાસ કરીને અમદાવાદ અને તેની પોળ. જેમાં રાજ્યની મૂળ પરંપરાને ઝીણવટપૂર્વક રજૂ કરવામાં આવી છે. જે દર્શકો માટે અપીલ કરશે. ગુજરાતી ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં સારા કન્ટેન્ટ અને લોકલ ટેલેન્ટ, ટેક્નિશિયન્સને તકો આપતો આ શો અમારા વિઝનને વધુ મજબૂત બનાવશે.

ટ્રી એન્ટરટેનમેન્ટ પ્રાઈવેટ લિ.ના સુમુખા બોધી દ્વારા પ્રસ્તુત પ્રેમની ભવાઈમાં રૂદ્ધની ભૂમિકા કાર્તિક રસ્ત્રપાળ અને મમતા ભાવસાર ધારાની ભૂમિકા ભજવી રહ્યા છે. આ હોળીના તહેવાર પર પારિવારિક રસથાળ પીરસતી ધારાવાહિકને જોવાનુ ભૂલશો નહીં. 10 માર્ચથી દર સોમથી શનિ સાંજે 7 વાગ્યે કલર્સ ગુજરાતી પર.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.