Western Times News

Gujarati News

પ્રેમમાં પરિણીત પ્રેમિકાના પતિએ પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

Files Photo

આણંદ: લગ્ન બહારના સંબંધમાં આણંદ જિલ્લાના એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. મૃતક યુવકને એક પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ વાતની જાણ પરિણીતાના પતિને થઈ ગઈ હતી. જે બાદમાં તેણે તેની પુત્રીના જન્મ દિવસની પાર્ટીમાં બોલાવીને પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. આરોપીએ મૃતકને તેની પત્ની સાથે બર્થ ડેમાં હાજરી આપવા માટે જણાવ્યું હતું.

આરોપીનો પ્લાન હતો કે જાે મૃતક પત્ની સાથે આવે તો તેને તેની પત્નીની હાજરીમાં જ માર મારવો અને સમગ્ર પ્રકરણનો ભાંડાફોડ કરવો. આણંદ નજીક આવેલા મોગરી ગામના ૩૦ વર્ષીય યુવક રાજેશ રાવળનો મૃતદેહ બોરિયાવી પાસેથી પસાર થતી મોટી નહેરમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરીને બે આરોપીની ધરપકડ કરી છે. રાજેશ રાવળ પોતાના ઘરેથી રવિવારે એક બર્થ ડે પાર્ટીમાં જવાનું કહીને નીકળ્યા હતા. જાેકે, તેઓ પરત ન ફરતા પરિવાર ચિંતામાં ગરક થઈ ગયો હતો.

આ વાતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ આદરી હતી. જેમાં તેમનું બાઇક બોરિયાવી નહેર પાસેથી મળી આવ્યું હતું. પોલીસે આ મામલે વધારે ઊંડી તપાસ કરતા તેમની હત્યા થયાનું ખુલ્યું હતું અને પોલીસ બે આરોપી સુધી પહોંચી હતી. પોલીસે આ કેસમાં મૃતક રાજેશના મિત્ર અમિત રાવળ અને અમિતના ભાણા જય રાવળની ઘરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક રાજેશને આરોપી અમિતની પત્ની સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ બંધાયા બાદ મૃતક રાજેશે અમિત સાથે મિત્રતા કરી લીધી હતી. પોતાની પત્ની સાથે રાજેશને પ્રેમ સંબંધ હોવાની જાણ અમિતને થઈ જતા તેણે રાજેશને પાઠ ભણાવવાનો પ્લાન ઘડ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.