પ્રેમલગ્નના બીજા દિવસે પતિએ તેના મિત્રો સાથે મળીને પત્ની પર બળાત્કાર ગુજાર્યો
ઇન્દોર, મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લાના આઝાદનગરમાં ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. એક પતિએ તેના મિત્રો સાથે મળી પત્ની પર ગેંગરેપ કર્યો હોવાનું જાણવા મળે છે.
આ ઘટના તેમના પ્રેમ લગ્ન બીજા દિવસે બની હતી. પતિએ પોતાના મિત્રોને ખુશ કરવા માટે આવું શરમજનક પગલું ભર્યું હતું. આ બનાવમાં પીડિતની ફરિયાદ પરથી પોલીસે પતિ સહિત બંને આરોપીઓ સામે ગુનો નોંધી જેલમાં મોકલી આપ્યા હતા.
આઝાદ નગર પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાએ ગેંગરેપની ફરિયાદ નોંધાવી છે. પીડિતા વિદિશાના શમશાબાદની રહેવાસી છે. તેણે પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે છોટેલાલ મીણા મને લગ્ન માટે છેતરતો હતો. ૯ એપ્રિલના રોજ તે મને લગ્ન કરવાના નામે ઈન્દોર લઈ આવ્યો હતો. લગ્નના બે દિવસ બાદ તેના મિત્રો આનંદ મીણા અને દિપક મીણા પણ ઘરે આવ્યા હતા. ત્યારે પતિ છોટેલાલે જણાવ્યું હતું કે, આ મિત્રોએ લગ્નમાં ખૂબ જ મહેનત કરી છે. તો એકવાર તેમને પણ ખુશ કરી દે.
પીડીતાએ પોલીસને જણાવ્યું કે, મિત્રો સાથે સુવાની વાત સાંભળીને તેના હોશ ઉડી ગયા હતા. તેને સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે. આ પછી આનંદ મીણા અને દીપક મીણાએ મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ મેં ઘરે જવાની વાત કરી તો ત્રણેય જણાએ જાે હું કોઈને કંઈ કહીશ તો ભાઈને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વધુ વિગતો મુજબ પીડિતા અને છોટેલાલ વચ્ચે પ્રેમસંબંધ ચાલતો હતો. બંનેએ ઇન્દોર આઝાદ નગર આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. છોટેલાલ અને દીપક તેમના પિતા સાથે ખેડૂત તરીકે કામ કરે છે. આનંદ બીકોમ સેકન્ડ યરનો વિદ્યાર્થી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીડીતાએ ઘર છોડ્યા બાદ તેના પરિવારના સભ્યોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન તે ઈન્દોરમાં હોવાની જાણ થતાં જ પરિવારના લોકો અહીંની પોલીસ પાસે આવ્યા અને બધાએ તેને શોધવા લાગ્યા હતા.આ પછી જ પીડિતાએ પોલીસને આખી વાત જણાવી હતી. આરોપીએ પહેલા થોડા દિવસ પ્રેમમાં હોવાનો ઢોંગ કર્યો, પછી લગ્નના નામે શરમજનક કૃત્ય કર્યું હતું.HS