પ્રેમલગ્ન કરનાર પુત્ર તેમજ પુત્રવધૂની હત્યા કરી નાંખી
હુગલી: પશ્વિમ બંગાળના હુગલીમાં ઓનર કિલિંગનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માતાએ પ્રેમમાં ભાગીને લગ્ન કરનાર પોતાના પુત્ર અને તેની પત્નીની હત્યા કરી નાંખી હતી. પોલીસે માતા સહિત પાંચ લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે પશ્વિમ બંગાળના અરુબાગ હુગલીના મંસેલામાં રહેનારા અર્જુન દલુઈ અને પાડોશમાં રહેનારી રાખી પ્રમાણિક વચ્ચે લાંબા સમયથી પ્રેમ ચાલતો હતો. જાેકે, આ સંબંધી અર્જુનના પરિવારના લોકો ખુશ ન હતા.
જેના પગલે અર્જુન અને રાખીએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ સાથે જ ૨૬મી જાન્યુઆરીએ અર્જુન અને રાખી કોઈને કહ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા અને લગ્ન કરી લીધા હતા. થોડો સમય બહાર ફર્યા બાદ અર્જુનના સંબંધીના ત્યાં બંનેએ શરણ લીધી હતી. જાેકે આ વાતની જાણ અર્જુનની માતાને પડતા તે પોતાના પુત્ર અને પુત્રવધૂને લેવા માટે સંબંધીના ઘરે પહોંચી ગઈ હતી. જ્યાં બંનેને સમજાવાની કોશિશ કરી હતી. અને ઘરે લઈને આવ્યા હતા. યુવતીને તેના ઘરે જવા માટે પણ કહ્યું હતું.
જાેકે, બંને માન્યા ન હતા. જેથી ગુસ્સે ભરાયેલી માતાએ બંનેની હત્યા કરાવનો પ્લાન ઘડ્યો હતો. માતાએ તકનો લાભ લઈને અર્જુન અને પુત્રવધૂ રાખીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને બંનેની લાશોને અવાવરું જગ્યાએ ફેંકી દીધી હતી. હત્યાને આત્મહત્યામાં ખપાવવાની પણ કોશિશ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંનેના મોત શ્વાસ રૂંધાવાથી થયાનું બહાર આવ્યું હતું. પોલીસને અવાવરું જગ્યાએ યુવક અને યુવતીની લાશ મળી હતી. અને તેની ઓળખ માટે દરેક પોલીસ સ્ટેશનમાં ફોટો પહોંચાડ્યો હતો.
ત્યારબાદ બંને મૃતકોની ઓળખ અર્જૂન અને રાખીના રૂપમાં થઈ હતી. ત્યારબાદ પોલીસે અર્જૂનની માતાની પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાયો હતો. અને પોલીસે બંનેની હત્યાના આરોપમાં માતા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાવડા અને હુગલી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.