પ્રેમલગ્ન બાદ પરિવારે જ કર્યું યુવતીનું અપહરણ
અમદાવાદ, શહેરમાં એક યુવતીના અપહરણની તેની સાથે પ્રેમ લગ્ન કરનાર યુવકે પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી છે.
હકીકત એવી હતી કે, યુવતીની માતા અન્ય જગ્યાએ લગ્ન કરાવવાની હતી પણ યુવતી ઘરેથી ભાગી પ્રેમી પાસે આવી અને ત્યાંથી બંને દિલ્હી ભાગી ગયા અને ત્યાં લગ્ન કરી લીધા હતા. બાદમાં બંને અમદાવાદ આવી રહેવા લાગ્યા હતા.
જેની જાણ થતાં જ યુવતીની માતા, જીજાજી અને અન્ય લોકો આવી તેનું અપહરણ કરી ફરાર થઇ ગયા હતા. મૂળ ધંધુકાના અને હાલ સરખેજ ધોળકા રોડ ઉપર રહેતા ૨૪ વર્ષિય યુવકે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ યુવક તેની માતા તથા ભાઇ-ભાભી સાથે છેલ્લા બે માસથી રહે છે અને એક ડિલિવરી કંપનીમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે. આ યુવક અગાઉ વટવા ખાતે રહેતો હતો અને ચારેક વર્ષ પહેલાં તેના મિત્રના લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યારે તેને એક યુવતી કે જે અંકલેશ્વરની રહેવાસી હતી તેની સાથે પરિચય થયો હતો.
બાદમાં આ યુવતી તેના સગા સંબંધી કે જે યુવકના ઘર પાસે રહેતા હોવાથી ત્યાં વારંવાર આવતી હતી. બાદમાં બંને યુવક યુવતીએ એકબીજાનો મોબાઈલ નંબર લીધો હતો અને બંને ફોન પર વાતચીત કરતા હતા.
જેથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. એકાદ વર્ષ પહેલા આ યુવતીએ યુવકને ફોન કરી જાણ કરી હતી કે, તે તેના ગામથી ભાગીને અમદાવાદ આવી છે. કારણ કે, તેની માતા તેના લગ્ન અન્ય કોઈ યુવક સાથે કરાવવા માંગે છે.
જેથી તે ભાગીને આવી છે. બાદમાં યુવક અને યુવતી અમદાવાદથી દિલ્હી જતા રહ્યા હતા અને આર્ય સમાજ વિવાહ ટ્રસ્ટ દિલ્હીમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. બાદમાં અમદાવાદ આવી ને વસ્ત્રાલમાં એક મકાન રાખીને રહેતા હતા.
આ યુવતી ઘરેથી ભાગી જતા તેની માતાએ અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણ કરી હતી. લગ્ન કરી લીધા બાદ બંને નિવેદન લખાવવા માટે અંકલેશ્વર પણ ગયા હતા. એકાદ દિવસ પહેલા આ યુવક જમી-પરવારીને તેની માતા ભાભી ભાઈ સાથે ઘરે હતો.
ત્યારે આ યુવક તેનો ભાઈ મોબાઇલ ફોન પર ગેમ રમતા હતા અને તેના ઘરનો દરવાજાે ખુલ્લો હતો. ત્યારે અચાનક તેમના મકાનમાં યુવકની સાસુ તથા સાઢુભાઈ તથા અન્ય એક વ્યક્તિ અને અન્ય ત્રણ લોકો ઘરમાં ઘૂસી ગયા હતા અને હજુ કંઈ સમજે તે પહેલા આ યુવકની પત્નીની પાસે જઈને તેને પકડીને લઈ જવા લાગ્યા હતા.
યુવકની પત્ની બૂમો પાડતા ત્યાં યુવક સહિતના લોકો પહોંચી ગયા હતા અને તેને છોડાવવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારે સાસરિયા પક્ષના એક વ્યક્તિએ છરી બતાવી તમામ લોકોને ડરાવ્યા હતા અને બિભત્સ ગાળો બોલી બાદમાં આ યુવતીને ઈકો ગાડીમાં ધક્કો મારીને બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા.SSS