પ્રેમિકાએ પોતાના પ્રેમીને જેલના સળીયા પાછળથી ભગાડી દીધો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/ESCAPE.webp)
FILE PHOTO
મહેસાણા, મહેસાણાના નંદાસણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીર પ્રેમિકાએ પોતાના પ્રેમીને જેલના સળીયા પાછળથી ભગાડી દીધો છે. નંદાસણ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે પ્રેમિકાએ જેલમાં બંધ પ્રેમીને છોડાવી આઝાદ કરી દીધો છે.
ઘટના એવી છે કે એક સગીરા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વકીલ મારફતે આ પ્રેમી યુગલ પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું. મહેસાણાના કડીમાં રહેતા એક યુવકને પોતાની પાડોશી સગીરા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને ભાગી ગયા હતા.
આ મામલે યુવતીના પરિવારજનોએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ફરાર થયેલ પ્રેમી યુગલ નંદાસણ પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું. નંદાસણ પોલીસે પ્રેમીની અટકાયત કરી જેલમાં પુરી દીધો હતો. જ્યારે મહિલાને લોકઅપની બહાર રાખવામાં આવી હતી.
આ દરમિયાન મધ રાત્રે મહિલા જીઆરડી અને પોલીસના કર્મચારીઓને નીંદર આવી જતા સુઈ ગયા હતા. ત્યારબાદ પ્રેમીના કહેવા પ્રમાણે પ્રેમિકાએ ચાવી કાઢી લોકઅપ ખોલી દાધુ હતું. પ્રેમિકાએ તાળુ ખોલતા પ્રેમી આઝાદ થઈ ગયો હતો.
લોકભરમાંથી પ્રેમીને બહાર કાઢી બંને ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જાગી જતા પ્રેમી દોડીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે પ્રેમિકાને પોલીસે ઝડપી લીધી હતી. હવે પોલીસ ભાગી ગયેલા પ્રેમીની શોધખોળ કરી રહી છે. તો મહિલા હેડ કોન્સ્ટેબલે પ્રેમી-પ્રેમિકા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે.SS3KP