પ્રેમિકાના લગ્ન નક્કી થતા પહેલા યુવતીને મારી નાખી, પછી આપઘાત કરી લીધો
સંભલ: ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક હૃદયના ધમકારા મંદ કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક પાગલ પ્રેમીએ પ્રેમિકાની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી તેણે પોતાને પણ ગોળી મારી હતી. જેના કારણે તેનું પણ મોત નીપજ્યું હતું. હત્યા અંગેની માહિતી મળતાં એએસપી અને ફોરેન્સિક ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસે લાશને કબજે લઇ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રેમીના સબંધીઓએ યુવતીના સબંધીઓ પર બંનેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસે પ્રેમિકાના ભાઈ અને પિતાની પૂછપરછ માટે અટકાયત કરી છે. એવું કહેવામાં આવે છે કે, યુવતીના લગ્ન અન્ય સ્થળે નક્કી થયા પછી યુવક ગમમાં ડુબી ગયો હતો, થઈ ગયો હતો. આ પણ વાંચો – અનોખી ઘટનાઃ વરરાજા બની ગયો જાનૈયો, અને મોટા ભાઈની મંગેતર સાથે નાના ભાઈને કરવા પડ્યા લગ્ન આ ઘટના ચંદૌસી કોટવાલી વિસ્તારના ગામ મિલક મૌલાગઢની છે.
મળતી માહિતી મુજબ, ચંદૌસીના મિલક મૌલાગઢ ગામમાં રહેતો શિવમ (૨૫) છેલ્લા ૧૧ વર્ષથી એક પાડોશી યુવતી મમતા (૨૪) સાથે પ્રેમ કરતો હતો. શુક્રવારે સવારે યુવક તેની ગર્લફ્રેન્ડને તેના ઘરે મળવા ગયો હતો. ત્યાં સવારે પાંચ વાગ્યે ઘરના બીજા માળે બંને મળ્યા બાદ, પાગલ પ્રેમીએ ‘તુ મારી નહીં તો કોઈની નહીં’ના ઈરાદા સાથે પ્રેમિકાની છાતીમાં ગોળી મારીને હત્યા કરી દીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પછી પ્રેમી યુવકની લાશ પણ બીજા ઘરની છત પર પડેલી મળી હતી. યુવકને પણ છાતીમાં જ ગોળી વાગી હતી અને પિસ્તોલ નજીકમાં પડેલી મળી આવી હતી. યુવતીના પરિવારજનોનો અવાજ સાંભળીને પાડોશીઓ એકઠા થઈ ગયા.
માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રેમિકાના બીજા સ્થળે લગ્ન નિશ્ચિત હોવાથી આક્રમિત પ્રેમીએ હત્યા કરી આત્મહત્યા કરી લીધી છે. એસપી ચક્રેશ મિશ્રા કહે છે કે, યુવતી પક્ષ અને યુવક પક્ષ દ્વારા એક બીજા પર હત્યાનો આરોપ લગાવવમાં આવી રહ્યો છે. બધા એન્ગલ તપાસવામાં આવી રહ્યા છે. એસપીના જણાવ્યા અનુસાર યુવતીના પિતા અને ભાઇની અટકાયત કરી પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે