Western Times News

Gujarati News

પ્રેમિકાની હત્યા કરી પ્રેમીએ પણ જીવન ટૂંકાવી લીધું

Files Photo

કોચ્ચિ: તું મારી ના થઈ તો કોઈની નહીં થવા દઉં, ફિલ્મો કે સીરિયલોમાં સાંભળવા મળતા આ ડાયલોગ જેવી ઘટના અસલ જિંદગીમાં બની છે. પ્રેમમાં નાસીપાસ થયેલા એક યુવકે ૨૪ વર્ષીય ડેન્ટલ હાઉસ સર્જનની ગોળી મારીને હત્યા કરી છે. યુવતીની હત્યા બાદ યુવકે પોતે પણ જીવ આપી દીધો. આ ઘટના શુક્રવારે બપોરે કોટમંગલમ ક્ષેત્રના નેલ્લીકુઝીમાં બની હતી. પોલીસે યુવક અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. યુવતીની ઓળખ માનસા તરીકે થઈ છે જ્યારે યુવકનું નામ રાખિલ પી હોવાનું કહેવાઈ રહ્યું છે.

યુવકની ઉંમર ૩૨ વર્ષ હતી. આ બંને કન્નૂરના રહેવાસી હતી. માનસા અન્ય ત્રણ મહિલાઓ સાથે ભાડુઆત તરીકે રહેતી હતી. માનસાને માથા અને છાતીમાં ગોળી વાગી છે જ્યારે યુવકના માથા પર ગોળીનું નિશાન છે. માનસા ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં કામ કરતી હતી. બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ રાખિલ તેના ઘરે પહોંચી ગયો હતો. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

રાખિલ માનસાને એક રૂમમાં લઈને જતો રહ્યો. ત્યારે બાકીની મહિલાઓ મદદ માગવા ઘર માલિક પાસે પહોંચી હતી. આ લોકો રૂમ સુધી આવ્યા ત્યારે અંદરથી ધડાકા જેવો અવાજ આવ્યો હતો અને જાેયું તો બંને લોહીના ખાબોચિયામાં પડ્યા હતા. રાખિલ અને માનસાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસના કહેવા અનુસાર, માનસા અને રાખિલની મુલાકાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વર્ષ પહેલા થઈ હતી. થોડા સમય પહેલા જ યુવતીના પરિવારજનો યુવકની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા. કન્નૂના એસપીની ઓફિસમાં ૫ જુલાઈના રોજ બંને પક્ષો વચ્ચે મીટિંગ ગોઠવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.