પ્રેમિકાની હત્યા કરી ફ્લેટની દીવાલમાં લાશ છૂપાવી દીધી
પાલઘર, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે જેણે કથિત રીતે પોતાની પ્રેમિકાની હત્યા કરીને લાશને પોતાના ફ્લેટની દિવાલમાં છુપાવી દીધી હતી.
પોલીસે કહ્યું કે, ૩૦ વર્ષનો આરોપી ૩૨ વર્ષની મૃતક યુવતી સાથે રિલેશનશીપમાં હતો. પોલીસે દાવો કર્યો છે કે આરોપીએ યુવતીની હત્યા કરી કારણ કે તે લગ્ન કરવા માટે પ્રેશર કરી રહી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકનું હાડ પિંજર આરોપીના ફ્લેટમાંથી મળી આવ્યુ છે. પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે યુવતીને પાછલા વર્ષે ઓક્ટોબરમાં હત્યા કરવામાં આવી છે અને આરોપી તથા પીડિતા છેલ્લા પાંચ વર્ષોથી રિલેશનશીપમાં હતા. તેને છેલ્લીવાર ૨૧ ઓક્ટોબરે આરોપી સાથે જાેવાઈ હતી.
જ્યારે પીડિતાના પરિવારના સદસ્યોએ પ્રેમીને યુવતી વિશે પૂછપરછ કરી તો આરોપીએ જવાબ આપ્યો કે તે ગુજરાતના વાપી ગઈ હતી. પરંતુ યુવતી ઘણા દિવસો સુધી પાછી ન ફરતા પરિવારે આખરે પોલીસને જાણ કરી હતી. હત્યા અને અન્ય આરોપો માટે આઈપીસીની કલમ હેઠળ આરોપી પ્રેમી વિરુદ્ધ હવે કેસ નોંધવામાં આવ્યો છે.SSS