પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને પરિવારે મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદ, પ્રેમી પંખીડાઓના કિસ્સામાં તેમની ઉંમરના લીધે તેઓને લાગતું હોય છે કે તેમની વાત કોઈ સમજી શકતું નથી, જ્યારે બીજી તરફ તેમના માતા-પિતા દ્વારા તેમને તેમની છોકરમત અંગે વારંવાર સમજાવવામાં આવતું હોય છે. પરંતુ આવા કિસ્સામાં ઘણી વખત બાળકોને સમજાવવા માટે વાલીઓ દ્વારા આકરા પગલા ભરીને કાયદો હાથમાં લેવાની કોશિશ થતી હોય છે, આવો જ એક કિસ્સો બન્યો છે કે જેમાં ૧૮ વર્ષના છોકરાને માર મારતા તેનું મોત થઈ ગયું છે. ગાંધીનગરના ચિલોડા તાલુકાના સરદાર ગામના ૧૮ વર્ષના છોકરાને તેની પ્રેમિકાના ઘરવાળાએ માર મારતા મોત થઈ ગયું છે. આ છોકરો સોમવારે વહેલી સવારે તેની પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો હતો.
ચિલોડા પોલીસે જણાવ્યું છે કે અક્ષય ચૌહાણ નામનો છોકરો તેની પ્રેમિકાને મળવા માટે માધવગઢ ગામમાં આવેલા ઠાકોરવાસમાં ગયો હતો, જ્યાં પ્રેમિકાના પરિવારે તેને પકડીને ઢોર માર માર્યો હતો, જેના લીધે તેનું મોત થઈ ગયું છે. પોલીસે આ અંગે વધુમાં જણાવ્યું છે કે, છોકરાની પ્રેમિકાના પિતા જગદીશ ઠાકોરે માર માર્યો હતો.
આ પછી અક્ષય પર પ્રેમિકાના પિતા, માતા અને અન્ય સગા દ્વારા ખૂબ માર મારવામાં આવ્યો હતો. પોતાને બચાવવાના પ્રયાસમાં અક્ષયે પ્રેમિકાના પિતાને માર માર્યો હતો, જાેકે, આ પછી જગદીશ ઠાકોરને લોકોએ ભેગા થઈને માર મારતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. આ પછી ત્યાંના સ્થાનિકો તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેણે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું.
બીજી તરફ જગદીશ ઠાકોરે પણ અક્ષયે પોતાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. સારવાર દરમિયાન અક્ષયનું મોત થઈ ગયું હતું, આ પછી પોલીસે જગદીશ ઠાકોર સહિત અન્યો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પોલીસે જણાવ્યું કે, જગદીશ ઠાકોર અને તેના પત્નીની ધરપકડ કરીને વધારે તપાસ શરુ કરવામાં આવી છે.SSS