પ્રેમિકાને હોટલમાં લઈ જઈ ફોટા પાડી પ્રેમીએ દુષ્કર્મ કર્યુ
અમદાવાદ: શહેરના એક પોલીસસ્ટેશનમાં એક યુવતીએ તેના જ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે. પ્રેમિકાએ આક્ષેપ કર્યો છે કે યુવકે તેને લગ્નની લાલચો આપી હતી. પણ પહેલા તેણે મનાઈ કરી હતી.
જેથી પ્રેમમાં પાગલ યુવકે પગના ભાગે બ્લેડો મારી યુવતીને લગ્ન સબન્ધ બાંધવા મજબુર કરી હતી. બાદમાં અવાર નવાર મળવા બોલાવતો હતો.
એક વાર આ યુવતીને મળવા બોલાવી ત્યારે વરસાદ પડશે તેમ લાગે છે તેમ જણાવી હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો.
બે બે વાર આ ઘટના બની ત્યારે તેના પ્રેમીએ યુવતીના ન્યૂડ ફોટો મોબાઈલમાં પાડયા હતા અને બાદમાં લગ્ન ન કરવાનું કહી
યુવતીને ફોટો વાયરલ કરવાની ધમકી આપતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સાબરમતીમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી સાબરમતીમાં જ આવેલી એક કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
આજથી ત્રણેક વર્ષ પહેલા તેની બહેનપણીએ તેની કીર્તિ સોલંકી નામના યુવક સાથે મિત્રતા કરાવી હતી.
બાદમાં અનેક સમય બાદ બને વચ્ચેની મિત્રતા ગાઢ બની હતી અને એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. બને એકબીજા સાથે ફોન અને મેસેજથી વાતો કરતા હતા. એક વાર કીર્તિએ આ યુવતીને કહ્યું કે “તું મને બહુ ગમે છે
મારે તારી સાથે મેરેજ કરવા છે.” જોકે યુવતીએ આ બાબતે સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ બાદમાં આ કીર્તિ યુવતીને ફોન મેસેજ પર લગ્ન કરવા દબાણ કરતો હતો.
એક વાર યુવતીએ ખખડાવીને ના પાડી દેતાં કીર્તિએ પોતાના પગમાં જાંઘ ના ભાગે બ્લેડો મારી દીધી હતી. જેથી યુવતીએ કંટાળીને તેને લગ્ન કરવા હા પાડી હતી.
બાદમાં બને એકબીજાને અલગ અલગ જગ્યાઓ પર મળતા હતા. રિવરફ્રન્ટ સહિતની અનેક જગ્યાઓ પર ફરવા મળવા જાય ત્યારે કીર્તિ તેને લગ્નના પ્રલોભનો આપીને યુવતીની છાતી પર હાથ મૂકી કિસ કરવાની કોશિશો કરતો હતો.
યુવતી આ બાબતે મનાઈ કરે તો તેને લગ્ન કરવાના જ છે ને તેમ કહી વિશ્વાસમાં લેતો હતો. અવાર નવાર કીર્તિ આ યુવતીને શરીર સબંધ બાંધવા પણ દબાણ કરતો હતો જોકે યુવતી તે વાતો ટાળતી હતી.
વર્ષ ૨૦૧૯ માં શ્રાવણ માસમાં કીર્તિએ યુવતીને મળવા ફોન કર્યો હતો ત્યારે યુવતીએ કહ્યું તે કોલેજ જાય ત્યારે મળી લેશે.
કીર્તિ યુવતીની કોલેજ પર પહોંચી ગયો બાદમાં વરસાદ પડે તેમ લાગે છે તેમ કહી ત્યાંથી નીકળી હોટલમાં લઈ ગયો હતો.