પ્રેમિકાને ૧૦ વર્ષ રૂમમાં પૂરી રાખનારા શખ્સે લગ્ન કર્યા
પલક્કડ, પ્રેમિકાને ૧૦ વર્ષ સુધી પોતાના ઘરના એક રૂમમાં છુપાવી રાખનાર શખસે આખરે કાયદાકીયરીતે પ્રેમિકાની સાથે લગ્ન કરી લીધા છે. આ સમગ્ર ઘટના કેરળની છે. એક સ્થાનિક સબ રજિસ્ટ્રાર કાર્યાલયમાં તેઓ બંનેએ વિશેષ વિવાહ અધિનિયમ હેઠળ લગ્ન કરી લીધા છે.
દંપતિએ બાદમાં મીઠાઈની વહેંચણી કરીને તેમના લગ્નને સમર્થન કરનાર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાજિતાના માતા-પિતા આ સમારોહમાં સામેલ થયા હતા પણ લગ્નનો વિરોધ કરનાર રહેમાનના સંબંધીઓ સમારોહથી દૂર રહ્યા હતા.
કેરળના અય્યિલૂર ગામની રહેવાસી સાજિતા અને રહેમાનની ઉંમર ૩૦ વર્ષની આસપાસ છે અને કેટલાંક મહિના પહેલા એવું જાણવા મળ્યું હતું કે સાજિતા છેલ્લા ૧૦ વર્ષથી રહેમાનની સાથે એક રૂમમાં રહેતી હતી. આ સમગ્ર કિસ્સો સામે આવતા કેરળ રાજ્ય મહિલા આયોગે આ મામલે રહેમાન વિરુદ્ધ એક કેસ નોંધાવ્યો હતો. જેમાં એવો આરોપ હતો કે યુવકે આ યુવતીને આટલા લાંબા સમય (૧૦ વર્ષ) સુધી ઘરમાં ગોંધી રાખી હતી.
આખરે હવે આ યુવક અને યુવતીએ લગ્ન કરી લીધા છે. ત્યાંના ધારાસભ્ય આ લગ્નમાં સામેલ થયા હતા અને કહ્યું હતું કે આ દંપતિને પોતાનું ઘર બનાવવા માટે તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવશે.
આ ઘટના કેરળના પલક્કડના એક ગામની છે. અહીં રહેતી એક યુવતી ૧૦ વર્ષ પહેલા ગુમ થઈ ગઈ હતી. યુવતીના પરિવારે તેને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો તેમ છતાં તે મળી નહીં. પણ, હવે વર્ષો પછી આ યુવતી મળી ગઈ છે. પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે આ યુવતી જ્યાંથી મળી છે તે જગ્યા તેના માતા-પિતાના ઘરથી માત્ર ૫૦૦ મીટર દૂર આવેલી છે. જ્યાં આ યુવતી તેના પ્રેમી સાથે દાયકાથી રહેતી હતી.
તેમ છતાં આટલા વર્ષોથી યુવતીના માતા-પિતાને ખબર પડી નહીં કે તે આટલી નજીક રહે છે. આ યુવતી જે રૂમમાં રહેતી હતી ત્યાં અંદર જ કપડા ધોઈને સૂકવતી હતી. યુવતી આખો દિવસ તે રૂમમાં ટીવી જાેયા કરતી હતી. તે યુવક પણ હંમેશાં ચૂપ અને લોકોથી દૂર રહેતો હતો. આ સમગ્ર ઘટના સામે આવ્યા પછી આખરે આ યુવક અને યુવતીએ લગ્ન કરી લીધા છે.SSS