Western Times News

Gujarati News

પ્રેમીએ પરિણીતા સાથે બળજબરીથી સંબંધો બાંધ્યા

Files Photo

અમદાવાદ, શહેરની એક પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે તેની સામે બળજબરીથી શારિરીક સંબંધો બાંધ્યા હોવાની અને તેના અંગત વીડિયો તેમજ તસવીરો પાડી બ્લેકમેઈલ કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો.

થોડા વર્ષ પહેલા મહિલાના લગ્ન તેના જ સમાજના યુવક સાથે થયા હતા, જાે કે બંને વચ્ચે અણબનાવ થતાં તેઓ અલગ થઈ ગયા હતા. જે બાદ મહિલાએ અન્ય યુવક સાથે લગ્ન કર્યા હતા, આ દરમિયાન તે ત્રીજા યુવકના પ્રેમમાં પડી હતી. સોલામાં રહેલી મહિલાએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન તેના સમાજના યુવક સાથે થયા હતા.

એક જ વર્ષમાં બંને વચ્ચે મનમેળ ન થતાં તેમણે પરિવારની મંજૂરીથી અલગ થવાનો ર્નિણય લીધો હતો. પહેલા પતિથી અલગ થયા બાદ મહિલાની પિયર નજીક રહેતા યુવક સાથે મિત્રતા બંધાઈ હતી. તેની પત્નીનું પણ મૃત્યુ થયું હોવાથી તે પણ જીવનસાથીની શોધમાં હતો.

જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા અને તેમનો ઘરસંસાર પણ સારી રીતે ચાલતો હતો. બીજા પતિ સાથેના લગ્નજીવન દરમિયાન મહિલા ત્રીજા યુવકના પ્રેમમાં પડી હતી. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, એક દિવસ જ્યારે તે ઘરમાં એકલી હતી ત્યારે તેનો પ્રેમ ઘરે પહોંચી ગયો હતો અને તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યો હતો.

આટલું જ નહીં તેણે અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો અને તસવીરો પણ પાડી હતી. જ બાદ તે અવારનવાર મહિલાને હોટેલ અને ગેસ્ટહાઉસમાં બળજબરીથી બોલાવતો અને તેની સાથે સંબંધ બાંધતો હતો. મહિલા જ્યારે તેના બીમાર પિતાની ખબર પૂછવા ગઈ ત્યારે પણ પ્રેમી પાછળ પાછળ પહોંચી ગયો હતો અને અહીંયા પણ સંબંધ બંધાયા હતા.

જ્યારે પણ મહિલા સંબંધ બાંધવાનો ઈનકાર કરતી હતી ત્યારે પ્રેમી તેને વીડિયો અને તસવીરો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જે બાદ તેણે કંટાળીને સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ પણ મહિલાની કહાણી સાંભળીને ચોંકી ગઈ હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.