પ્રેમીએ મહિલાના બાળકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો
સુરત, સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે જાેકે અહીંયા મહિલાના પ્રેમમાં પાગલ પ્રેમીએ મહિલા બાળકની હત્યા કરેલ લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ જાવા પામ્યો હતો.
સુરતમાં સચિન વિસ્તારના પાલી ગામમાં એક ૧૦ વર્ષના માસૂમ બાળકનો અપહરણ બાદ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. બાળકની હત્યા પાછળ માતા સાથેના પ્રેમ સંબંધ જવાબદાર હોવાની શક્યતાઓને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
હત્યાનો ભોગ બનાર ૧૦ વર્ષીય માસૂમ બાળક હોવાનું અને પાલી ગામ સચિનમાં રહેતો હોવાનું હાલ જાણવા મળ્યું છે. માસૂમની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવ્યા બાદ એના ગળા અને માથા પર ઘાના નિશાન અને ગળું દબાવવા હોવાના નિશાન મળી આવ્યા છે.
ઘટના સચિન પોલીસ સ્ટેશનની હદમાં બની છે. માસૂમની અપહરણ બાદ હત્યા કરાઈ હતી. હત્યારો મૃતક બાળકના ઘરમાં ભાડૂઆત તરીકે જ રહેતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
બીજી બાજુ શાહબુદ્દીન નામના પ્રેમીએ પરિણીતાના પ્રેમ પામવા માટે એના જ માસૂમ બાળકનું અપહરણ કરી હત્યા કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પારડી ગામના બહુચર નગરની એક ચાલની ખોલીમાંથી બાળકની લાશ મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જાેકે અત્યાર ની ઘટનાઓ જે રીતે સુરતમાં બની રહી છે તેને લઈને સુરતમાં આહાર સાથે ચકચાર અને લોકોમાં ભયનો માહોલ કે તેવામાં ૧૧ વર્ષના બાળકની હત્યાનો મામલો સામે આવતાં ફરી એકવાર પોલીસ દોડતી થઇ હતી.SSS