પ્રેમીએ ૭ વર્ષ ભોગવી લાખો રૂપિયા અને સોનુ માંગી હાંકી કાઢી
સુરતમાં ત્યકતા પ્રેમિકાને પતિથી છૂટા થયા પછી સુરતમાં રહેતી તંલગાણાની મહિલાને ઇન્સ્ટાગ્રામ થકી પ્રેમીનો સંપર્ક થયો હતો
સુરત, પ્રેમ માટે તરસતી પરિણીતાએ પતિને છૂટાછેડા આપ્યા બાદ સોશિયલ મીડિયાથી પ્રેમીના સંપર્કમાં આવી હતી. જો કે, પ્રેમની જગ્યાએ અહિં પણ પરિણીતાને દગો મળ્યો હતો. પ્રેમીએ વર્ષાે સુધી તેને ભોગવી અને પછી પોત પ્રકાશ્યું હતું. પ્રેમી અને તેની માતાએ પોતાનો અસલી રંગ બતાવતાં પ્રેમિકા પોલીસ મથકે પહોંચી હતી. પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી પ્રેમી યુવકને ઝડપી પાડ્યો છે. ભેસ્તાનમાં રહેતી તેલંગણાની મહિલાના ૨૦૧૩માં લગ્ન થયાં હતાં.
ત્યારબાદ પતિ પાસેથી પ્રેમ ઓછો મળતો હોય તેમ ૨૦૧૭માં ઈન્સ્ટા.ના માધ્યમથી પ્રશાંત શંકર એડલાના પ્રેમમાં પડી હતી. યુવકના પ્રેમમાં અંધ થઇ ૨૦૧૮માં પતિને છૂટાછેડા આપી તેની સાથે રહેવા લાગી હતી. જો કે, વતનમાં રહેતા માતા-પિતાને આ વાત પસંદ નહોતી. મહિલાને પૂર્વ પતિ સાથે સમાધાન કરી રહેવા જણાવતાં આ યુવતી પતિને ઘરે પરત ફરી હતી. પતિ પાસે પરત ફર્યા બાદ પણ યુવતી અને પ્રશાંતના સંબંધો પૂર્વવત રહેતાં ઝઘડાઓ શરૂ થયા હતા.
મામલો પોલીસ સુધી પહોંચતાં ૨૦૨૨માં પરત પતિ પાસે રહેવા જતી રહી હતી. નાની બહેનની આ હરકતથી તેલંગણામાં રહેતાં ૩૧ વર્ષીય મોટા ભાઈને બદનામીની લાગણી થતાં તેણે આપઘાત કરી લીધો હતો. ભાઇના આપઘાત છતાં પરિવાર અને સમાજની પરવા કર્યા વિના આ યુવતીએ પતિને ૨૦૨૩માં બીજી વખત છૂટાંછેડાં આપી દીધા હતા. લગ્ન વિના સાત વર્ષ સુધી પ્રશાંત એડલાએ આ યુવતીનું યૌનશોષણ કર્યું હતું. યુવતીએ લગ્ન કરવાનું કહેતાં હૈદરાબાદમાં રહેતી આ યુવકની માતાએ ૧૦ લાખ રોકડાં અને પાંચ તોલા દાગીનાની માંગણી કરી હતી. જેથી મહિલા પોલીસ મથકે પહોંચી હતી. જેથી પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.ss1