Western Times News

Gujarati News

પ્રેમીપંખીડાએ રાજકોટની હોટલના રૂમમાં આપઘાત કર્યો

રાજકોટ, રાજકોટમાં હોટેલમાં યુવક-યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાલાવડની ધ્રુવા જાેશી નામની યુવતીનું મોત થયુ છે. તો ભુજના માધાપરના જેનિશ નામના યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હોવાનુ અનુમાન છે.

ઝેરી દવા પીતા પહેલા યુવાને પોતાના પરિવારને ફોન કર્યો હતો. બીજી તરફ, યુવતીનો મૃતદેહ બેડ પર હોવાથી અને ત્યાંથી લોહીના નિશાન મળવાથી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે કે, આ હત્યા કે આત્મહત્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના કરણસિંહજી રોડ પર હોટલ નોવામાં આ બનાવ બન્યો હતો. હોટલના રૂમ નંમબર ૩૦૧ માં કાલાવડની યુવતી અને ભુજના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જેમાં યુવતીનુ મોત નિપજ્યુ છે. હોટેલના રૂમમાંથી કાલાવડની ૧૯ વર્ષીય ધ્રુવા જાેશી નામની યુવતીની લાશ મળી છે. ધ્રુવા જાેશી અને કચ્છ ભુજના માધાપરનો જેનીશ દેવાયતકા નામના યુવકે સાથે મળીને હોટલના એક રૂમમાં ઝેરી પદાર્થ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ, યુવક ગંભીર હાલતમાં હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે.

મોત વ્હાલુ કરતા પહેલા પ્રેમી જેનીશે પ્રેમિકા ધ્રુવાના પરિવારજનોને ફોન કરીને કહ્યું હતું કે, ‘ધ્રુવાએ ઝેરી દવા પી લીધી છે હું પણ પી લઉં છું.’ આ ઘટના બાદ હોટલના સ્ટાફે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ પણ તાત્કાલિક દોડતી થઈ હતી.

હોટલના ૩૦૧ નંબરના રૂમમાં ધ્રુવાની લાશ બેડ પર પડી હતી. સાથે જ બેડ પર લોહીના નિશાન હોવાથી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી કે, આ હત્યા છે કે આત્મહત્યા. આખરે કેમ પ્રેમીપંખીડાઓએ સજાેડે આત્મહત્યાનો પ્રયાસ કર્યો તેનું કારણ શોધવા પોલીસે હ્લજીન્ની મદદ લીધી છે. એ-ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.