પ્રેમી પંખીડાએ ધોડાધ્રોઈ ડેમમાં કૂદી આપઘાત કર્યો
મોરબી, આજકાલ રાજ્યના દરેક પંથકમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. આર્થિક બાબતો અને પ્રેમ પ્રકરણમાં એવા કરૂણ અંજામ આવી રહ્યા છે કે લોકો પોતાના જીવમાંથી હાથ ધોઈ રહ્યા છે. દરમિયાન મોરબી પંથકમાં ગઈકાલે એક ચકચારી પ્રકરણ સામે આવ્યું છે. અહીં ઝીકીયારી ડેમમાં યુવક અને સગીરાએ કૂદી અને આપઘાત કરી લીધો છે. બંને વચ્ચે કાચી ઉંમરનો પ્રેમ હોવાની શક્યતા છે.જાેકે, મોડી સાંજે રેસ્ક્યૂ ટીમની મદદથી ડેમમાંથી બંને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
મોરબીના ઝીકીયારી નજીક ડેમમાં એક સ્ત્રી અને પુરુષ ડૂબતા હોવાની માહિતી મળતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ આદરી હતી જાેકે બંનેના મૃતદેહ હાથ લાગ્યા હતા. તો પ્રેમી પંખીડાએ ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યાના પ્રાથમિક અનુમાન સાથે પોલીસે તપાસ આદરી છે. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના ઝીકીયારી ગામ નજીકના ધોડાધ્રોઈ ડેમમાં યુવક અને યુવતી ડૂબ્યાની માહિતી મળતા મોરબી ફાયર ટીમના તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચી હતી અને રેક્સ્યું ઓપરેશન હાથ ધર્યું હતું. જાેકે ફાયર ટીમ રેસ્ક્યુ કરે તે પૂર્વે જ યુવક અને યુવતીના મોત થયા હતા તો મૃતક સગીરા લક્ષ્મીબેન મનસુખભાઈ સતાલીયા (ઉ.વ.૧૫) અને નીલેશ મોહન સોલંકી (ઉ.વ.૧૯) બંને જીકીયારીના રહેવાસી હોવાની માહિતી મળી હતી.
બંને મૃતદેહ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી પ્રેમપ્રકરણ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી અને પ્રેમી પંખીડાએ સાથે ડેમમાં કૂદી મોતને વ્હાલું કર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ આર.બી. વ્યાસ ચલાવી રહ્યા છે. જેમાં ફાયર ટીમના પ્રીતેશ નગવાડીયા, સલીમ નોબે, પેથાભાઈ, દિનેશ પડાયા,વસંત પરમાર, હિતેશ દવે સહિતની ટીમે રેક્સ્યું હાથ ધર્યું હતું. જાેકે બંનેને બહાર કઢાય તે પૂર્વ જ મોત થયા હતા તો ઝીકીયારી ગામમાં બે આપઘાતના બનાવથી ચકચાર મચી હતી. મોરબી પોલીસ પરિવાર દ્વારા સહાયઆત્મહત્યા કરી મોતને વ્હાલું કર્યું હતું જેમાં મોરબી એસપી એસ.આર.ઓડેદરાએ મૃતક પોલીસમાં ઘરે જઈને માનવતાં મહેકાવી હતી અને પોલીસ કર્મીના પરિવારના સભ્યોને શાંતવના પાઠવી હતી. ગુજરાતમાં સૌથી વધુ માનસિક તણાવ વાળી નોકરી પોલિસની ગણવામાં આવે છે તેમાં આ તણાવ તેના પરિવારના સભ્યો સુધી પણ પહોંચી જાય છે.SSS