પ્રેમી પંખીડાની આત્મહત્યાથી બે પરિવારો છિન્નભિન્ન થયા : આકરૂન્દ નજીક પ્રેમીપંખીડાંની ઝાડ પર લટકતી લાશ મળતા ચકચાર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના આકરૂન્દ ગામની સીમમાં આવેલ ખેતર નજીક ઝાડ પર પરણીત પ્રેમી પંખીડાએ ઝાડ પર ગળેફાંસો ખાધેલી હાલતમાં બંનેની લાશ લટકતી હાલતમાં મળતા ચકચાર મચી હતી મંગળવારે સાંજના સુમારે બનેલી ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા પોલીસે બંને મૃતકની લાશને ઝાડ પરથી ઉતારી પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી સજોડે આત્મહત્યા કરી લેતા બે પરિવારો પર આભ તૂટી પડ્યું હતું મૃતક યુવકના ૧૦ વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને સુખી લગ્નસંસારના ભાગરૂપે પુત્ર-પુત્રી છે ત્યારે યુવતીના થોડા સમય અગાઉ જ લગ્ન થયા હતા
બાપુપુરાના અજયસિંહ કાળુસિંહ રાઠોડને નવાનગરની ખુશ્બૂ બેન વસાવા સાથે કેટલાક વર્ષોથી પ્રેમના સંબંધ હતા બંને યુવક-યુવતી પરણીત હોવાથી પરિવારજનો અને સમાજ પ્રેમસંબંધ નહિ સ્વીકારેના ડરથી બંનેએ સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોય તેમ મંગળવારે ઘરે થી નીકળી આકરૂન્દ ગામની સીમમાં ઝાડ પર એક જ દુપટ્ટા વડે ગળેફાંસો લટકી જતા ભારે ચકચાર મચી હતી
પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મૃતક યુવક યુવતી નજીકના ગામના હોવાથી બંનેના પરિવારજનો અને સગા-સંબન્ધી મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને આક્રંદ કરી મૂક્યું હતું બંને પરણીત હોવા છતાં તેમને ભરેલ પગલાં થી બે પરિવારનો માળો વીંખાઈ ગયો હતો ધનસુરા પોલીસે ઈશ્વરભાઈ શંકરભાઇની જાહેરાતના આધારે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.