પ્રેમી સાથે મળી નર્સ પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારી દીધો
કરૌલી: રાજસ્થાનના કરોલીમાં સંબંધોને તાર તાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ પતિની લાશને જંગલમાં ફેંકી દીધી હતી. ત્યારબાદ કૈલાદેવી પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ ગાયબ થયાની ફરિયાદ નોંધાવી હતી. એસપી કચ્છાવાના જણાવ્યા પ્રમાણે ૨૫ ડિસેમ્બરે માસલપુરના નારાયણ વિસ્તારમાં એક યુવકની લાશ મળ્યાની માહિતી મળી હતી.
ત્યારબાદ માસલપુર પોલીસે લાશનો કબ્જાે લઈને ઓળખ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે જાણવા મળ્યું હતું કે કૈલાદેવી પોલીસ સ્ટેશનમાં પત્ની હેમલતાએ પતિ મિસિંગ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મૃતકની ઓળખ ભૈરો ઉર્ફ બનવારીના રૂપમાં થઈ હતી. પોલીસે મૃતક અને તેની પત્નીના ફોન લોકેસન અને કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે તેની પત્ની ઉપર શંકા ગઈ હતી. તેને કડકાઈથી પૂછપરછ કરતા મૃતકની પત્નીએ હત્યાની કબૂલાત કરી હતી.
મૃતકની પત્ની હેમલતા કૈલાદેવી ચિકિત્સાલયમાં નર્સ તરીકે કામ કરતી હતી. તેનો પ્રેમી મચેટ ગામનો રહેવાશી પીન્ટુ ભાડાની જીપ ચલાવાની સાથે ટેન્ટની દુકાન ચલાવતો હતો. નારાયણ વિસ્તારમાં લાશ મળ્યાની જાણકારી ગામના લોકોએ પોલીસને આપી હતી. આ મામલે એસપી મૃદુલ કચ્છાવાએ જણાવ્યું કે કૈલાદેવી ડીએસપી મહાવીર સિંહ, કરોલી ડીએસપી મનરાજ મીણા અને માસલપુર પોલીસ સ્ટેશનના શૈલેન્દ્ર સિંહના સહયોગથી ૪૮ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલતા આરોપી હેમલતા અને તેના પ્રેમી પિન્ટુને કોંડર ગામથી ધરપકડ કરી હતી.