“પ્રેમ અનકન્ડિશનલ” અર્બન રોમેન્ટિક ગુજરાતી ફિલ્મનુ મુહર્ત યોજાયુ
ડિરેક્ટર યશ વૈધની” પ્રેમ અનકન્ડિશનલ” નું મુહુર્ત ૨૫મી ઓક્ટોબરે થયું હતું . ગોટીઝ ગૃપના રમેશભાઈ પટેલ દ્વારા પ્રોડ્યુસ કરેલી “પ્રેમ unconditional” a selfless story વર્કીંગ ટાઇટલ ના મુહુર્ત અને ફિલ્મને ગુજરાત રાજ્યના ઉપ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી. આ ફિલ્મમાં ગુજરાતી સાથે બોલિવૂડના ગાયકો પણ જોડાશે
.આ ફિલ્મના કલાકારો માં ધર્મેશ વ્યાસ, મેહુલ બૂચ ,જીનલ બેલાની, અલિસા પ્રજાપતિ ,હરેશ ડાગીયા, જૈની શાહ, કિરણ જોશી, જીગ્નેશ દીક્ષિત અને જાગૃતિ ઠાકોર નો સમાવેશ થાય છે. આ ફિલ્મ રોમેન્ટિક અર્બન ગુજરાતી મુવી તો છે જ તેની સાથે સાથે સમાજને એક મેસેજ પણ આપશે.
આ ફિલ્મમાં જેવા કે નળ સરોવર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગીરના જંગલો સહિત રમણીય લોકેશન પર શૂટિંગ કરવામાં આવશે આ ફિલ્મ ડિરેક્ટર યશ વૈધ, એક્ઝીક્યુટીવ પ્રોડ્યુસર ફાલ્ગુન ઠાકોર, કાસ્ટિંગ: અભિષેક શાહ કાસ્ટિંગ કંપની- એકતા શાહ , લાઇન પ્રોડ્યુસર- ધવલ પંડ્યા ટીમ સહિત અનેક કલાકારો આ ફિલ્મના નિર્માણમાં મહત્વનો રોલ અદા કરશે.સાથે આર્ટીસ્ટ અને જવેલરી ડીઝાઇનર નિતા શાહ પણ આ મુવીને સફળ બનાવવા જોડાયા છે