પ્રેમ લગ્ન કરનાર યુવકની હત્યા બાદ તેની પત્નીનું અપહરણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Kidnape-1024x768.jpg)
પોલીસે ત્રણ આરોપીને દબોચ્યા
સોમવારે પિયુષ તેની પત્ની કુવર અને સંતાન સાથે પડવલા જીઆઇડીસીમાં રહેતા પોતાના પરિવારને મળવા આવ્યો હતો
રાજકોટ,રાજકોટ જિલ્લામાં પતિની હત્યા કરી તેની પત્નીનું અપહરણ કરનાર ત્રણ જેટલા આરોપીઓને શાપર વેરાવળ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓને દસ દિવસના રિમાન્ડની માંગણી અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના લોહરા ગામના પિયુષ ઉર્ફે લાલો ૨૦૧૯ ના વર્ષમાં શાપર વેરાવળ ખાતે ચાની હોટલ ધરાવતો હતો. આ સમયે સાપર વેરાવળના શાંતિધામ સોસાયટીમાં ચોપડામાં રહેતી કુવર ઉર્ફે અલય સાથે પ્રેમ સંબંધ બંધાતા તેને ભગાડીને લઈ ગયો હતો.
સમગ્ર મામલે પિયુષ ઉર્ફે લાલા વિરુદ્ધ અપહરણ બળાત્કાર તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાતા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જેલમાંથી છૂટ્યા બાદ પિયુષે કુંવરને ભગાડી પોતાના વતન ઉત્તર પ્રદેશમાં લઈ ગયો હતો અને જ્યાં તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન જીવન દરમિયાન બંનેને એક સંતાનની પ્રાપ્તિ પણ થઈ હતી. દરમિયાન ગત સોમવારે પિયુષ તેની પત્ની કુવર અને સંતાન સાથે પડવલા જીઆઇડીસીમાં રહેતા પોતાના પરિવારને મળવા આવ્યો હતો.
દરમિયાન ગઈકાલે પ્રેમ લગ્નનો ખાર રાખી અલ્ટો કારમાં આવેલા સિનો વાલા, રાદે માલાણી અને વિહળ માલાણી પિયુષને મોતને ઘાટ ઉતારી તેની પત્નીનું અપહરણ કરી નાસી છૂટ્યા હતા. પોલીસે હાલ ગુનાના કામે વાપરવામાં આવેલી અલ્ટો કાર પર કબજે કરી છે. સમગ્ર મામલાની જાણ રૂરલ એસપી જયપાલસિંહ રાઠોડને થતા હત્યાને અપહરણમાં સંડોવેલા આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી હતી. સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેતા પોતે આચરેલા ગુનાહિત કૃત્યના કારણે અફસોસ પણ થઈ રહ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના જીવરાજ પાર્ક પાસે આવેલ રેસિડેન્સીના પાર્કિંગમાં ચોકીદાર તરીકે કામ કરનારા નેપાળી દંપતીના બે મહિનાની બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
સમગ્ર મામલે પોલીસ દ્વારા બે મહિનાની દીકરી એન્જલનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યું છે. માસુમ બાળાના શરીર પર ઇજા જેવા કેટલાક નિશાનો જણાતા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.ss1