પ્રેમ લગ્ન બાદ પતિએ પત્નીને છૂટાછેડાની ધમકી આપી
અમદાવાદ, પ્રેમ લગ્ન કર્યા બાદ કપલ એક બીજાને સમજી ના શકતા તેમના ઘરમાં ભંગાણ પડવાનું શરુ થતું હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે કે જેમાં પ્રેમ લગ્ન બાદ યુવકે તેની પત્નીને છૂટાછેડા આપી દેવાની અને તું ગમતી નથી તેવી ધમકી આપી હતી.
પરિણીતાએ આ અંગે સાસરિયા દ્વારા દહેજ સહિતના મુદ્દે ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ નોંધાવી છે. બાળકોના ભરણપોષણનો ખર્ચ પણ પતિ દ્વારા આપવામાં આવતો નહોતો, આમ છતાં બાળકોનો વિચાર કરીને પરિણીતા આ ત્રાસ સહતન કરતી હતી, પરંતુ બધું હદ બહાર થતાં આખરે તેણે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ચાંદખેડાની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં પોતાના સાસરિયા અને પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું છે. પતિએ પરિણીતાને એવી ધમકી આપી છે કે, તું મને ગમતી નથી, મારા ઘરમાંથી બહાર નીકળી જા, હું તને છૂટાછેડા આપી દઈશ.
બે દીકરાઓના જન્મ પછી પણ પરિણીતાને પતિ ઘર ખર્ચ કે બાળકો પાછળ થતા ખર્ચ માટે રૂપિયા નહોતો આપતો. મળતી વિગતો પ્રમાણે પરિણીતાએ વર્ષ ૨૦૦૪માં પરિવારની વિરુદ્ધમાં જઈને યુવક-યુવતીએ લગ્ન કર્યા હતા. સમય જતા પરિવારે તેમને અપનાવી લીધા હતા.
લગ્નના બે વર્ષ પછી પતિએ નાની-નાની બાબતોમાં ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. પરિણીતાએ વર્ષ ૨૦૦૯માં દીકરીને જન્મ આપ્યો હતો, જ્યારે બીજી દીકરીને વર્ષ ૨૦૭માં જન્મ આપ્યો હતો. આટલા સમયમાં લગ્ન જીવન પરિપક્વ થતું હોય છે ત્યારે અહીં પતિનો પરિણીતા પર ત્રાસ વધતો જતો હતો. પરંતુ પોતાના બાળકોનો વિચાર કરીને પરિણીતા ઘર સંસાર તૂટે નહીં તે માટે બધું સહન કરતી હતી.
આવી સ્થિતિમાં પતિ તેને મેંણા પણ મારતો હતો કે તું મને ગમતી નથી, ઘરની બહાર નીકળી જા પરિણીતાએ વર્ષ ૨૦૨૧માં ખાધા ખોરાકી માટે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો. ઘરમાં પૂજાપાઠનો કાર્યક્રમ હતો ત્યારે પતિએ પૂજાનો સામાન ઘરની બહાર ફેંકી દીધો હતો અને ઘરમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન જ્યારે પત્નીએ કહ્યું કે, આપણી દીકરીઓ મોટી થઈ ગઈ છે તમે આવું ના કરો.
આ સાંભળતાની સાથે જ પતિ પત્ની પર ગુસ્સે થયો હતો અને તેનો ફોન ઝુંટવી લઈને ઝપાઝપી કરી હતી. જે બાદ મહિલાને સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.SSS