Western Times News

Gujarati News

પ્રેમ સંબંધનો કરુણ અંજામ, યુવતીના પરિવારે કરી યુવકની કરપીણ હત્યા

આ ઘટનાને લઇને ટીંબી ગામમાં શોકનો માહોલ

પોલીસે હત્યા કેસમાં આઠ સામે ગુનો નોંધી, યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી

ભાવનગર,ભાવનગરના ઢસા પાસે આવેલા ટીંબી ગામે પ્રેમપ્રકરણમાં યુવતીના પરિવારજનોએ યુવકની કરપીણ હત્યા કરી હતી. પોલીસે હત્યા કેસમાં આઠ સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. સિહોરના ટીમલા ગામે રહેતા ૨૧ વર્ષિય જનકભાઈ પોતાના મોસાળ ટીંબીગામે છેલ્લા કેટલાક વર્ષાેથી રહેતો હતો અને તેના મામા (સ્વ.) ભુપતભાઈ કેસિયા, પીરુભાઈ, હરેશભાઈના ત્યાં રહી મામાને પશુ પાલનમાં મદદ કરતો હતો. આ મામલે મૃતક જનકના મામાના દીકરા સાગરે આપેલી ફરિયાદ પ્રમાણે ગત તારીખ ૩ની સાંજે તેઓ સાડા સાત વાગ્યાના સુમારે હરેશભાઈને ત્યાં હતા ત્યારે ગામના હીતેન્દ્રસિંહ ગોહિલ અને હરદીપસિંહ ગોહીલ આવ્યા અને કહ્યું કે તમારો ભાણો જનક ક્યાં છે? અમારી ભાણીને લઈને ભાગી ગયો છે. શોધો નહીંતર અમારા હાથમાં આવશે તો અમે મારી નાખીશું.

ત્યાર બાદ જનકની શોધખોળ કરતા ઢસા તરફ જનક બાઇક પર દેખાયો ત્યારે તેના બાઈકને કાર વડે ટક્કર મારીને તેમને નીચે પાડી દીધા બાદ કારમાંથી લોખંડની પાઈપ કાઢી અને હિતેન્દ્રસિંહે ધારિયું જનકને માથામાં,સાથેના વ્યક્તિએ પાઈપથી તેને મારવા લાગ્યા દરમિયાનમાં બીજીએક વાન આવી અને તેમાં આવેલા ગામના વિશ્વરાજસિંહ, જગદીશસિંહ ગોહિલ, હરદીપસિંહ ઉર્ફે કાનો, અજસિંહ વાઘેલા જે ગામના ભાણેજ છે તથા બીજા બે શખ્સો તેઓએ જનકને ઢીંકા પાટુનો માર મારવાનું શરુ કર્યું. ગંભીર હાલતે ૧૦૮માં સારવાર માટે સિહોર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો.

આ જાણકારી મળતા સાગરે પોલીસને કહ્યું કે, આ બનાવનું કારણ એવું છે કે મારા ફોઈના દીકરા જનકને અમારા ગામની દીકરી સાથે છેલ્લા એકાદ વર્ષથી મિત્રતા છે અને પ્રેમ સંબંધ હોય તેને તેના પર હુમલો કરી તેને જીવથી મારી નાખવામાં આવ્યો. ભાવનગરની ઢસા પોલીસે આ મામલાની ફરિયાદ નોંધી જેમાં હિતેન્દ્રસિંહ, જયદીપસિંહ, હરદીપસિંહ, વિશ્વરાજસિંહ, અજયરાજસિંહ વાધેલા અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. સવારે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. હવે આ ઘટનાને લઇને ટીંબી ગામમાં શોકનો માહોલ છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.