પ્રોટોકોલના ભંગ બદલ પ્રતિ મિનિટ ૭૭૧ રુ.નો દંડ વસૂલ્યો
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ખાતરી કરવા માટે કે લોકો કોરોનાના ફેલાવાને રોકવા માસ્ક પહેરે છે એટલે દંડ વસૂલતા દરેકને પાંચ માસ્કનું પેકેટ આપવાની નીતિ અપનાવી છે. અમદાવાદીઓએ ત્રણ મહિનામાં માસ્ક ન પહેરવા અથવા સોશિયલ ડિસ્ન્ટન્સિંગનું ઉલ્લંઘન કરવા બદલ દંડપેટે લગભગ ૩.૭૫ કરોડ ચૂકવ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉન હળવું થયા બાદ દંડની વસૂલાત ત્રણ મહિનામાં વધવા લાગી છે. છસ્ઝ્રના એક અધિકારીએ જણાવ્યું કે તેમની ટીમો દિવસના લગભગ નવ કલાક કામ કરે છે,
જેથી ત્રણ મહિનાની દંડની કુલ રકમ મુજબ દર મિનિટે ૭૭૧ રૂપિયા દંડ વસૂલ્યો છે. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે કહ્યું, ‘અમારો હેતુ દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકો માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરવાનો છે. જાહેરમાં માસ્ક ન પહેરતા હોય તેવા લોકોને અમે પાંચ માસ્કનું એક પેકેટ આપીએ છીએ. જ્યારે દંડ ૫૦૦ રૂપિયા હતો ત્યારે અમે તેમને એક-એક માસ્ક આપ્યો.
હવે અમે તેમને પાંચ આપીએ છીએ, જેથી લોકોને માસ્ક પહેરવાની ટેવ પડે. કોવિડ પ્રોટોકોલ પાલન સુનિશ્ચિત કરવાનું કામ સોંપાયેલ એએમસીના સોલિડ વેસ્ટ વિભાગના ડિરેક્ટર હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે દંડ ૧૦૦, ૨૦૦, ૫૦૦ કે ૧૦૦૦ હોય પરંતુ મુખ્યત્વે એજ્યુકેટેડ લોકો જ સૌથી વધારે દંડની ચૂકવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ૧૦૦૦ના દંડની મોટી અસર પડી છે, અને આ વિસ્તારોમાં માસ્ક અને કોરોના પ્રોટોકોલના નિયમોના ઉલ્લંઘનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.