પ્રોપર્ટી ટેક્ષમાંથી ૩૧મી ઓગસ્ટ સુધી ૨૦% રાહત
નગરપાલિકા દ્વારા પણ પ્રોપર્ટી ટેક્ષમાં રાહત જાહેર કરેલ હોઇ યોજનાનો નાગરિકોને મહત્તમ લાભ લેવા અપીલ
ગાંધીનગર, વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં વેપાર ધંધાઓ ઝડપથી વેગવાન બને એ માટે રાજ્ય સરકારે આ વિસ્તારોમાં વાણિજ્યિક એકમ ધારકોને ભરવાના થતા પ્રોપર્ટી ટેક્ષમાંથી તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધી ૨૦ ટકા રાહત આપવાનો મહત્વનો ર્નિણય કર્યો છે જેનો મહત્તમ લાભ લેવા નાગરિકોને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર કોવિડ-૧૯ના કારણે મહાનગર પાલિકા અને નગરપાલિકા વિસ્તારના વેપાર ધંધા ઉપર લોકડાઉનના કારણે વિપરિત અસર થઇ હતી. શહેરી વિસ્તારના નાગરિકોને આર્થિક સહાય મળી રહે અને વેપાર ધંધા પુનઃધમધમતા થાય તે માટે આ વિસ્તારમાં આવેલ વાણિજ્યિક એકમોના ધારકોએ ભરવાના થતા પ્રોપર્ટી ટેક્ષમાંથી આ ૨૦ ટકા રાહત આપવાનો મહત્વનો ર્નિણય કરાયો છે.
મહાનગર પાલિકા અને નગરપાલિકાઓને રાજ્ય સરકાર દ્વારા વાણિજ્યિક એકમો માટે જે ૨૦ ટકા રીબેટ જાહેર કર્યુ છે તે અંતર્ગત ૫,૮૭,૮૧૨ વાણિજ્યિક એકમો ધારકોએ આ યોજનાનો લાભ લીધો છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં રાજ્ય સરકાર દ્વારા વાણિજ્યિક એકમોને ૨૦ ટકા પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપવાની યોજના તા. ૩૧/૮/૨૦૨૦ સુધી અમલમાં હોઇ તેમજ મહાનગર પાલિકા અને નગરપાલિકા દ્વારા પણ પ્રોપર્ટી ટેક્ષમાં રાહત જાહેર કરેલ હોઇ આ યોજનાનો નાગરિકોને મહત્તમ લાભ લેવા અપીલ કરાઇ છે.SSS