Western Times News

Gujarati News

પ્રોફેશનલ ટેક્સ નહીં ભરનારા ૧.૩૭ લાખ એકમને એએમસી નોટિસ આપશે

અમદાવાદ, શહેરમાં જ્યાં ૫. ૨૫ લાખ કોમર્શિયલ પ્રોપર્ટી છે ત્યારે તેની સામે શહેરમાં પ્રોફેશનલ કરદાતામાં માત્ર ૩.૨૫ લાખ નોંધાયેલા કરદાતા છે. એટલે કે શહેરમાં ૨ લાખ કોમર્શિયલ પ્રોપર્ટી એવી છે જેઓ પ્રોફેશનલ કરદાતા તરીકે નોંધણી ધરાવતા નથી. જાે આવા કરદાતાઓને પણ આવરી લેવામાં આવે તો મ્યુનિ.ની આવકમાં વર્ષે રૂ. ૨૫થી ૩૦ કરોડનો વધારો થવાની શક્યતા ધ્યાને લેતાં મ્યુનિ. હવે ૧.૩૭ લાખ કરતાં વધારે એકમોને કારણદર્શક નોટિસ પાઠવશે.

શહેરમાં જેે કોમર્શિયલ એકમો એવા છે જે હાલ પ્રોફેશનલ એક્ટ હેઠળ પી.ઇ. સી.ની નોંધણી કરાવી નથી. ત્યારે તેવા એકમોને મ્યુનિ. દ્વારા નોટિસ પાઠવવામાં આવશે. અમદાવાદ મ્યુનિ.ની આવક વધે અને પ્રોફેશનલ ટેક્સની ચોરી અટકે તે માટે રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલ સમક્ષ થયેલી રજૂઆતને ધ્યાને લઇ પ્રયાસો પ્રથમ વખત આવો અભિગમ અપનાવાયો છે. જાે નાગરિકો સ્વેચ્છાએ તેમની નોંધણી પ્રોફેશનલ ટેક્સ હેઠળ કરાવવા ઇચ્છતાં હોય તો તેમને છેલ્લા ૩ વર્ષના ટેક્સની રકમ લઇને નોંધણી કરી આપવામાં આવશે. તે માટે કેટલીક સંસ્થાઓની પણ મદદ લેવામાં આવશે.

મ્યુનિ. ને ૨૦૦૮માં પ્રોફેશનલ ટેક્સ લેવાની સત્તા મળી હતી. ત્યારથી તેમાં સતત વધારો થઇ રહ્યો છે. ૨૦૦૮ના પ્રથમ વર્ષે મ્યુનિ.ને પ્રોફેશનલ ટેક્સ પેટે જ રૂ. ૬ કરોડની આવક થઇ હતી. જાેકે બાદ મ્યુનિ. ટેક્સ વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવતાં ગત ૨૦૨૦-૨૧ના બજેટ વર્ષમાં મ્યુનિ.ની પ્રોફેશનલ ટેક્સની આવક રૂ. ૧૭૧. ૬૩ કરોડે પહોંચી હતી. જ્યારે ચાલુ વર્ષે પણ પ્રોફેશનલ ટેક્સની આવક રૂ. ૭૩ કરોડને પાર થઇ ગઇ છે. ૨૫૦૦ કંપની પ્રકારનું એકમ અને ૨૦૦૦ વ્યવસાયી ટેક્સ ચૂકવવો પડે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.