પ્રોફેસરોને હત્યાની ધમકી મળતા ખળભળાટ
(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની તાજેતરમાં યોજાયેલી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીમાં અનેક વિવાદો સર્જાયા છે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈને સૌથી વધુ બેઠકો મળી છે પરંતુ ભાજપ પ્રેરિત વિદ્યાર્થી પાંખ એબીવીપીએ આ જીત પાછળ ધમકીના રાજકારણને જવાબદાર ગણાવ્યું હતું. એનએસયુઆઈના કાર્યકરોએ ખુલ્લેઆમ ધમકીઓ આપી વિદ્યાર્થીઓને ડરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો
આ દરમિયાનમાં ગઈકાલે ગુજરાત યુનિવર્સિટીના બે પ્રોફેસરોએ કોંગ્રેસના સીન્ડીકેટ સભ્ય સહિત અન્ય કાર્યકરો વિરૂધ્ધ એનએસયુઆઈ ની તરફેણમાં મતદાન નહી કરવામાં આવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને તમામ પ્રોફેસરો એક સુત્ર થઈ આજે બપોરે ગુજરાત યુનિ.ના કુલપતિ સમક્ષ રજુઆત કરવા ઉપરાંત આરોપીઓ વિરૂધ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો આંદોલનાત્મક કાર્યક્રમ આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાત યુનિવર્સિટીની બે દિવસ પહેલા યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય બે હરીફ પાંખો એનએસયુઆઈ અને એબીવીપી દ્વારા સઘન ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો અને ભારે રસાકસીભર્યાં વાતાવરણમાં આ ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી દરમિયાન અગાઉ મારામારીના વરવા દ્રશ્યો સર્જાયા હોવાથી આ વખતે તમામ મતદાન કેન્દ્રો બહાર સશ† બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તથા મતગણતરી દરમિયાન સમગ્ર ગુજરાત યુનિ. કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. પરિણામ આવતા એનએસયુઆઈને વધુ બેઠકો મળી હતી અને એનએસયુઆઈ દ્વારા ઉજવણી પણ કરવામાં આવી હતી. આ પરિણામ બાદ એબીવીપી દ્વારા ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા હતાં.
ગુજરાત યુનિવર્સિટીની યોજાયેલી ચૂંટણી બાદ હવે કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે જેમાં ગઈકાલે સાંજે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બે પ્રોફેસરોએ ફરિયાદો નોંધાવી છે. યુનિવર્સિટીમાં રાજય સા† વિભાગમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને યુનિ. સ્ટાફ કવાર્ટસમાં રહેતા પ્રોફેસર મુકેશ હરીપ્રસાદ તા.૧૦મીના રોજ પોતાના ઘરે હાજર હતા ત્યારે ગુજરાત યુનિ.ના કોંગ્રેસના સીન્ડીકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંહ ગોહિલનો ફોન આવ્યો હતો વોટ્સઅપ પર કરવામાં આવેલા આ ફોનમાં ઈન્દ્રવિજયસિંહ ગોહિલે મુકેશભાઈ સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરી હતી અને તેની સાથે બોલાચાલી કરી એનએસયુઆઈની તરફેણમાં તેમની શાખાના વિદ્યાર્થીઓના મત પડવા જાઈએ નહી તો જાઈ લઈશું તેવી ધમકી આપી હતી અને જા એનએસયુઆઈની તરફેણમાં મત ન મળ્યા તો જાનથી મારી નાંખીશું એટલું જ નહીં
પરંતુ વનરાજસિંહને પણ જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી આ ધમકીથી મુકેશભાઈ ગભરાઈ ગયા હતાં અને તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા જયાં સમગ્ર હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ આ ઘટનાની તપાસ શરૂ થાય તે પહેલા જ આવી જ બીજી એક ફરિયાદ નોંધાઈ હતી ગુજરાત યુનિવર્સિટીમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને યુનિવર્સિટી કેમ્પસમાં લેકચરર રો હાઉસમાં રહેતા ડો. અતુલકુમારને પણ આવી જ ધમકીઓ મળી હતી.
તા.૮મીના રોજ તેઓ યુનિવર્સિટી લાયબ્રેરીમાં બેઠા હતા ત્યારે એનએસયુઆઈના કાર્યકર અહરનીશ મિશ્રાનો ફોન આવ્યો હતો અને તેણે
ધમકીઓ આપી હતી ત્યારબાદ ફરી એક વખત ફોન આવ્યો હતો અને આ ફોનમાં અહરનીશ મિશ્રા ઉપરાંત સીન્ડીકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંગ ગોહિલ તથા સિધ્ધરાજ ચૌહાણે ખુલ્લેઆમ ડો. અતુલ કુમારને તેમના શાખાના વિદ્યાર્થીઓના મત એનએસયુઆઈને મળવા જાઈએ અને જા નહી મળે તો જાઈ લેવાની ધમકી આપી હતી. તા.૧૦મીએ આવેલા ફોન પર આ ત્રણેય વ્યક્તિઓએ ડો. અતુલકુમારને અભદ્ર ભાષામાં ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
એનએસયુઆઈની તરફેણમાં મતદાન કરવા માટે પ્રોફેસરોને ધમકીઓ આપવામાં આવી હોવાની વિગતો બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે આ ધમકીથી ડો. અતુલકુમાર ખૂબ જ ગભરાઈ ગયા હતા અને તેઓ પણ તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને પહોચી ગયા હતા જયાં અહરનીશ મિશ્રા, સીન્ડીકેટ સભ્ય ઈન્દ્રવિજયસિંગ ગોહિલ તથા સિધ્ધરાજ ચૌહાણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી