Western Times News

Gujarati News

પ્રોવિડન્ટ ફંડ પર ચાલુ નાણાંકીય વર્ષનો વ્યાજ દર ૮.૫ ટકા રાખવા મંજૂરી

નવી દિલ્હી, મોદી સરકારે દિવાળી રહેલા એક એવો ર્નિણય કર્યો છે, જે તમામ નોકરીયાત લોકો માટે ખુશખબર છે. મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે પ્રોવિડેન્ટ ફંડ પર મળનાર વ્યાજ દર ૮.૫ ટકા રાખવા માટે મંજૂરી આપી દીધી છે.

આ ર્નિણયના કારણે ૫ કરોડથી વધુ ઈપીએફઓ (ઈપીએફઓ)ના સબ્સક્રાઈબર્સને ફાયદો મળશે. પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર ૮.૫ ટકા રાખવાનો ર્નિણય માર્ચ મહિનામાં જ શ્રમ મંત્રીની અધ્યક્ષતામાં ઈપીએફઓ સાથે જાેડાયેલા ર્નિણય કરનાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટીએ કર્યો હતો.

એક સૂત્ર અનુસાર હવે મોદી સરકારે તેણે ૮.૫ ટકા રાખવાની મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ ૮.૫ ટકાના દરથી વ્યાજ ઈપીએફના સબ્સક્રાઈબર્સના એકાઉન્ટમાં જમા કરી નાખવામાં આવશે.

ગત વર્ષે માર્ચમાં ઈપીએફઓએ ૨૦૧૯-૨૦ માટે ભવિષ્ય નિધિ પર ચૂકવવાપાત્ર વ્યાજ ઘટાડીને ૮.૫ ટકા કરી દીધું હતું, જે ૭ વર્ષમાં સૌથી નીચું સ્તર હતું. અગાઉ પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર ૨૦૧૮-૧૯માં ૮.૬૫ ટકા હતો, જે ૨૦૧૬-૧૭માં વધારીને ૮.૬૫ ટકા કરવામાં આવ્યો હતો.

અગાઉ ૨૦૧૭-૧૮માં પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર ૮.૫૫ ટકા હતો. ૨૦૧૫-૧૬માં વ્યાજ દર ૮.૮% હતો. ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫માં તે ૮.૭૫ ટકા હતો. ૨૦૧૨-૧૩માં પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ દર ૮.૫ ટકા હતો. ૨૦૧૧-૧૨માં પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ ૮.૨૫ ટકા હતું.

જાે તમે પણ નોકરીયાત છો અને તમે જાણવા માંગો છો કે તમારા ખાતામાં વ્યાજના કેટલા પૈસા આવ્યા છે? પૈસા આવ્યા છે પણ નહીં? તો તમારા માટે એક મિસ કોલ કરવાનો રહેશે અને તમારા એકાઉન્ટ સાથે જાેડાયેલી તમામ જાણકારી તમને મળી જશે. તમે તમારા એકાઉન્ટનું બેલેન્સ, ઈપીએફઓ અથવા તો ઉમંગ એપથી પણ ચેક કરી શકો છો.

જાે તમે પણ જાણવા માંગો છો કે તમારા પીએફ એકાઉન્ટમાં વ્યાજના પૈસા આવ્યા છે કે નહીં તેની જાણ તમારું બેલેન્સ ચેક કરશો તો જાણી શકાશે. તેના માટે માત્ર એક મિસ્ડ કોલ કરવાનો રહેશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ૦૧૧-૨૨૯૦૧૪૦૬ નંબર પર ફોન કરો. ધ્યાન રાખો કે તમારો યુએએન, પેન અને આધાર લિંક હોવી જરૂરી છે. બેલેન્સ ચેક કરતા જ તમને ખબર પડી જશે કે પૈસા આવ્યા છે કે નહીં.

ઈપીએફ ખાતાનું બેલેન્સ તમે એસએમએસ મારફતે પણ જાણી શકો છો. તેના માટે જરૂરી છે તમારો યુએએન નંબર ઈપીએફઓની સાથે રજિસ્ટર્ડ હોય. જાે એવું હોય તો તમારે ૭૭૩૮૨૯૯૮૯૯ પર ‘ઈપીએફઓએચઓ યુએએન ઈએનજી’ મોકલવાની રહેશે. થોડાક જ સમયમાં તમને મેસેજનો જવાબ આવી જશે અને તમને ખબર પડી જશે. આ સર્વિસ અંગેજી, હિન્દી, પંજાબી સહિત ૧૦ અલગ અલગ ભાષાઓને સપોર્ટ કરે છે.

ઉમંગ એપ દ્વારા તમારું પીએફ એકાઉન્ટ બેલેન્સ તપાસો, આ એક સરકારી એપ છે જેના દ્વારા માત્ર ઈપીએફ જ નહીં પરંતુ અન્ય ઘણી સરકારી સેવાઓનો લાભ એક જ જગ્યાએથી મેળવી શકો છો. સૌ પ્રથમ તમારા સ્માર્ટફોનમાં પ્લે સ્ટોર દ્વારા ઉમંગ એપ ડાઉનલોડ કરો. તમારો ફોન નંબર રજીસ્ટર કરો અને એપમાં લોગીન કરો.

ઉપરના ડાબા ખૂણામાં આપેલા મેનુ પર જાઓ અને ‘સર્વિસ ડિરેક્ટરી’ પર જાઓ. અહીં ઈપીએફઓ વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો. અહીં વ્યુ પાસબુક પર ગયા પછી, તમારા યુએએન નંબર અને ઓટીપી દ્વારા બેલેન્સ તપાસો.

ઈપીએફઓ પોર્ટલ દ્વારા ઈપીએફઓ વેબસાઈટ પર લોગ ઓન કરો. ઈપીએફ india.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો, ઈ-પાસબુક પર ક્લિક કરવાથી, એક નવું પેજ passbook.E…eyuVindia.gov.in પર રીડાયરેક્ટ કરવામાં આવશે.

અહીં તમારે તમારું યુઝર નેમ (યુએએન નંબર), પાસવર્ડ અને કેપ્ચર ભરવાનું રહેશે.બધી વિગતો ભર્યા પછી, તમે નવા પેજ પર આવશો અને અહીં તમારે સભ્ય આઈડી પસંદ કરવાનું રહેશે. અહીં તમને ઈ-પાસબુક પર તમારું ઈપીએફ બેલેન્સ મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.