Western Times News

Gujarati News

પ્રો અનલિમિટેડે વડોદરામાં સેન્ટર ઓફ એક્સીલન્સ નવું એકમ સ્થાપ્યું

પ્રોના ભારતના સૌથી મોટા એકમની રચનાના પગલે ગુજરાતમાં આગામી બે વર્ષમાં 1,000થી વધુ રોજગારીની તકો ઊભી થશે

ઈન્ટિગ્રેટેડ વર્કફોર્સ મેનેજમેન્ટ (આઈડબ્લ્યુએમ) પ્લેટફોર્મ પ્રદાતા પ્રો અનલિમિટેડે તેની ભારતીય કામગીરી માટે વિસ્તરણ યોજનાની જાહેરાત કરી છે. વડોદરા, ગુજરાતમાં નવા એકમમાં 1,000થી વધુ કર્મચારીઓને સમાવવાની ક્ષમતા ધરાવે છે અને તે આ પ્રદેશમાં પ્રોની અભૂતપૂર્વ વૃદ્ધિ ચાલુ રાખે છે. તાજેતરમાં ઊભા થયેલા આ એકમથી  કંપની તેના વિશ્વભરના ક્લાયન્ટ્સને જે વ્યાપક ઉકેલો અને સેવાઓને પૂરી પાડે છે તે વધુ મજબૂત બની છે.

પ્રોનો પ્લેટફોર્મ ડિલિવરી અભિગમ ભારત, યુરોપ અને અમેરિકામાં લોકેશન્સ સાથે “ફોલો-ધ-સન” મોડલની આસપાસ કેન્દ્રિત છે. આ તમામ લોકેશન્સ એડમિનિસ્ટ્રેટિવ ક્લાયન્ટ-ફેસિંગ કાર્યો તેમજ અમલીકરણ, નાણાંકીય કામગીરી, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, સ્વતંત્ર કોન્ટ્રાક્ટર અનુપાલન, માનવ સંસાધન, સપ્લાયર પાર્ટનરશિપ્સ, હેલ્પડેસ્ક વગેરે માટે વહેંચાયેલ સેવાઓ પ્રદાન કરે છે.

પ્રો અનલિમિટેડના પ્રેસિડેન્ટ ગ્રેગ સ્પ્રેટોએ જણાવ્યું હતું કે, “અમે નવીનતમ ક્ષમતાઓ જ્યારે અને જ્યાં સૌથી વધુ પ્રભાવશાળા હોય ત્યારે તેનું વિતરણ કરીને આઈડબ્લ્યુએમ યુઝર એક્સપિરિયન્સમાં ક્રાંતિ લાવવામાં અમારું રોકાણ ચાલુ રાખીએ છીએ.

વિશ્વભરમાં અમારા સેન્ટર્સ ઑફ એક્સેલન્સનો લાભ ઉઠાવીને, અમે અમારી હાઇ-ટચ સેવા સાથે અમારી કામગીરીના તમામ સ્તરેથી વધારીને વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. પરિણામે, અમે અમારા તમામ ગ્રાહકોને વધારેલા સમય ઝોન અને ભાષાની ક્ષમતાઓ સાથે પ્રીમિયમ સેવા પ્રદાન કરવાનું ચાલુ રાખીશું.”

પ્રો અનલિમિટેડના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને કન્ટ્રી મેનેજર-ઈન્ડિયા શ્રી ગૌરાંગ મહેતાએ જણાવ્યું હતું કે “ભારતીય બજારમાં અમારી સ્થિતિ મજબૂત કરવા માટે અમારી વ્યૂહાત્મક અને લાંબા ગાળાની યોજનાઓની જાહેરાત કરતાં અમને ખૂબ જ આનંદ થાય છે.

વડોદરા, ગુજરાતમાં અમારું નવું એકમ ભારતમાં કંપનીનું સૌથી મોટું એકમ હશે. હાલમાં, અમારી પાસે વડોદરામાં 350થી વધુ કર્મચારીઓ છે જે વૈશ્વિક ગ્રાહકોને સેવા આપે છે. વડોદરા માટે અમારી તાત્કાલિક વિસ્તરણ યોજના માર્ચ 2023 સુધીમાં 450 કર્મચારીઓ ઉમેરવાની છે અને માર્ચ, 2024 સુધીમાં અમારી કુલ કર્મચારીઓની સંખ્યા 1,000 સુધી પહોંચી જશે, જે વર્તમાન સ્ટ્રેન્થથી ત્રણ ગણી વધુ છે.”

શ્રી મહેતાએ ઉમેર્યું હતું કે “ગુજરાત સરકાર દ્વારા નવી આઈટી એન્ડ આઈટી એનેબલ્ડ સર્વિસીઝ  નીતિ 2022-2027 ઉદ્યોગોને સાનુકૂળ નીતિ છે અને આઈટી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારનું કેન્દ્રિત વિઝન છે. અમે યોગ્ય વૃદ્ધિ નોંધાવવા અને અમારા લાંબા ગાળાના ધ્યેયો પ્રાપ્ત કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.