પ્રો કબડ્ડી લીગના મુંબઈ ચરણમાં વિરાટ કોહલી ખાસ મહેમાન બન્યો
મુંબઇ, ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની તૈયારી કરી રહી છે. જોકે આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મુંબઈના વર્લી સ્થિતિ નેશનલ સ્પોટ્ર્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં પહોંચ્યો હતો. જ્યાં પ્રો કબડ્ડી લીગમાં યૂ મુમ્બા અને પુણેરી પલ્ટન વચ્ચે મુકાબલો રમાયો હતો.
પ્રો કબડ્ડી લીગના મુંબઈ ચરણમાં વિરાટ કોહલી ખાસ મહેમાન હતો. તેણે મુકાબલો શરુ થતા પહેલા રાષ્ટ્રગાન પણ ગાયું હતું. કોહલીને જ્યારે પુછવામાં આવ્યું કે કયા-કયા ખેલાડી આ સ્ફૂર્તિ સાથે કબડ્ડી રમી શકે છે. તો કોહલીએ તરત મહેન્દ્રસિંહ ધોનીનું નામ લીધું હતું.
કોહલીએ આ રમતને લઈને પણ વાત કરી હતી અને કહ્યું હતું કે બાળપણમાં આ રમત રમતા હતા. બાળપણમાં આપણે બધા આ રમત રમ્યા છીએ પણ આજે તેને જોઈને થોડી અલગ લાગણી થાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે જાણો છો કે ભારતીય ટીમ દુનિયાની સૌથી શાનદાર ટીમોમાંથી એક છે.
ભારતીય કેપ્ટને કોહલીએ રાહુલ ચૌધરી અને અજય ઠાકુરને પોતાનો મનપસંદ ખેલાડી બતાવતા કહ્યું હતું કે તે તેને ધોનીની કોપી લાગે છે. વિરાટે કહ્યું હતું કે આ લીગમાં તેને સૌથી સારી ડૂ અને ડાઇ રેડ લાગે છે. મુંબઈએ લેગના પ્રથમ મુકાબલામાં યૂ મુમ્બાએ પૂણેરી પલ્ટનને ૩૩-૨૩થી હરાવી લીગમાં બીજી જીત મેળવી હતી. મુંબઈએ લેગના પ્રથમ મુકાબલામાં યૂ મુમ્બાએ પૂણેરી પલ્ટનને ૩૩-૨૩થી હરાવી લીગમાં બીજી જીત મેળવી હતી.