પ્લાસ્ટિકની થેલીમાં સંતાડી જઈ રહેલો ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ખેરોજ પોલીસનો સ્ટાફ કોટડા ઘઢી ખાતે બોર્ડર વાહન ચેકિંગની કામગીરીમાં હતો તે દરમિયાન બે ઇસમ પોતાની કબજાની મોટર સાયકલ ઉપર પ્લાસ્ટિકની થેલી મૂકી આવતા હતા તેમને રોકતા મોટરસાયકલની પાછળ બેઠેલો ઈસમ અંધારાનો લાભ લઈ નાસી છૂટેલ.
અને મોટરસાયકલ ચલાવનાર મોહમ્મદ સાહિલ મોહમ્મદ શેખ રહે. શીતળા માતાજી મંદિર પાસે કોટડા છાવણી (રાજસ્થાન ) વાળા ને પકડી મોટરસાયકલ ઉપર રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતો તેની અંદર માદક પદાર્થનો જથ્થો ૯૫૯૫ કિલોગ્રામ કિંમત રૂપિયા ૯૫ ૯૫૦ રૂપિયાનો મળી આવતાં એમના કબજાની મોટરસાયકલ કિંમત રૂપિયા ૩૫,૦૦૦ તથા
મોબાઈલ નંબર એક કિંમત ૨૦૦૦ મળી કુલ રૂપિયા ૧,૩૨,૯૫૦ નો મુદ્દામાલ કબજે કરી ખેરોજ પોલીસ સ્ટેશને પકડાયેલ આરોપી મોહમ્મદ સાહિલ મોહમ્મદ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરી અન્ય આરોપીઓ ફીરદોશ ફરીદ શેખ શીતળા માતાજી મંદિર કોટડા,, અમરત જેનું નામઠામ મળેલ નથી તથા મહેસાણાનો એક મુસ્લિમ જેનું પણ નામઠામ મળેલ નથી તેમને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.