“પ્લાસ્ટિક વેસ્ટ ફ્રી કેમ્પેઇન” ની જાગૃતતા અંગે ગ્રામ્ય ક્ષેત્રે પ્રચાર કરવામાં આવ્યો
ગાંધીનગર, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગરના એન્વાયરમેન્ટ એન્જિનિરીંગ શાખા દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ ની ઉજવણી ના ભાગ રૂપે “પ્લાસ્ટિક વેસ્ટ ફ્રી કેમ્પેઇન (સ્વચ્છતા હી સેવા ૨૦૧૯)” ની જાગૃતતા અંગે ગ્રામ્ય ક્ષેત્રે પ્રચાર કરવામાં આવ્યો.
તા. ૧૭ સપ્ટેમ્બર ના રોજ આપણા માનનીય, લોકલાડીલા વડાપ્રધાન અને હવે વૈશ્વિક નેતા માં જેઓ નું ટોચ માં સ્થાન રહેલું છે તેવા શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ હતો. તે દિવસ ને અનોખી રીતે ઉજવવા માટે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા એક જાગૃતિ અભિયાન ગ્રામ્ય વિસ્તાર માં ચલાવવામાં આવ્યું. યુનિવર્સિટી ના એન્વાયરમેન્ટ એન્જિનિરીંગ શાખા ના પ્રોફેસર ઉસ્માન શૈખ, વિદ્યાર્થીઓ તથા સાથી મિત્રો દ્વારા ટિંટોડા પ્રાઈમરી સ્કૂલ અને આદરજ મોટી કન્યા પ્રાથમિક શાળા ની મુલાકાત લીધી હતી. તેઓ એ શાળા ના વિદ્યાર્થીઓ ને સિંગલ યુઝ પ્લાસ્ટિક ના વેસ્ટ નિવારણ ઘટાડવા અને રિયુઝ તથા રિસાયકલ માટે શિક્ષિત કાર્ય હતા.
આ શિબિર યોજવાનો હેતુ, સિંગલ યુઝ પ્લાસ્ટિક દ્વારા પર્યાવણ ને થતા નુકશાન ને ઓછું કરવા માટેનો હતો તથા વિદ્યાર્થીઓ ને તેની જાગૃતિ આપવાનો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિક જેમ કે શાકભાજી ની ખરીદી વખતે વપરાતી પોલીથીન થેલીઓ, પ્લાસ્ટિક કોલ્ડ ડ્રીંક તથા પાણીની બોટલ્સ નો સમાવેશ થાય છે. તેના દ્વારા ઉત્પન થતા માઈક્રો પ્લાસ્ટિક થી કેન્સર જેવા જીવલેણ રોગો નો ફેલાવો થાય છે.
તેમ જ પ્લાસ્ટિક વેસ્ટ થી દરિયા, નદીઓ તથા સરોવરો માં ભરાવો તથા પાણી નો સપ્લાય અને વેહ્તું પાણી ચોક અપ થઇ જાય છે. અને જળચર પ્રાણીઓ તેને ખોરાક સમજી આરોગતા તેમના માટે જીવલેણ સાબિત થાય છે. આશરે ૧૫૦ થી વધારે વિદ્યાર્થીઓ આ જાગૃતિ શિબિર માં હાજર રહ્યા હતા. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ના આ ભગીરથ પ્રયત્નો ને શાળા ના આચાર્ય શ્રી તથા શિક્ષક મિત્રો દ્વારા અભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.