પ્લે એરિયામાં દીકરી સાથે રમ્યા અનુષ્કા અને વિરાટ
મુંબઇ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પાવરફુલ અને ક્યૂટ કપલ્સમાંથી એક છે. તેઓ તેમના ફેન્સને ઘણીવાર કપલ ગોલ્સ અને પેરેન્ટિંગ ગોલ્સ આપતા રહે છે. આ સિવાય તેઓ સમયાંતરે એકબીજા સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે.
વિરાટ કોહલીએ હાલમાં તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પત્ની અનુષ્કા શર્મા સાથેની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં બંનેના ચહેરા પર જે સ્મિત છે, તે એકબીજા સાથે તેઓ કેટલા ખુશ છે. પરંતુ આ બધાની વચ્ચે કોઈ વસ્તુએ ધ્યાન ખેંચ્યું હોય તો તે છે, બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહેલો કિડ્સ પ્લે એરિયા. આ પ્લે એરિયા ‘વિરુષ્કા’ની દીકરી વામિકાનો હશે તેમ લાગી રહ્યું છે.
વિરાટ કોહલીએ જે તસવીર શેર કરી છે, તેમાં તે બ્રાઉન કલરના ટી-શર્ટમાં જાેવા મળી રહ્યો છે. જ્યારે અનુષ્કા શર્માએ સ્ટ્રાઈપ્ડ રેડ એન્ડ વ્હાઈટ ટી-શર્ટ પહેર્યું છે. તસવીરના કેપ્શનમાં ક્રિકેટરે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે. અનુષ્કાએ પોસ્ટ પર કોમેન્ટ કરતાં પતિને તેનો ફેન ગણાવ્યો છે અને તે ક્યારેય તેના ફેન્સને દુઃખી નથી કરતી તેવો ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે ‘ફેન્સને ખુશ જાેઈને ખુશી થાય છે.
મારા ફેન્સ માટે કંઈ પણ’. ફેન્સને પણ તેમની આ તસવીર પસંદ આવી છે. કોઈ હાર્ટ અને ફાયર ઈમોજી તો કોઈ બંનેને ‘ક્વીન’ અને ‘કિંગ’ ગણાવી રહ્યા છે. આ સિવાય વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની દીકરી વામિકા સાથેની નવી તસવીર પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
જેમાં ત્રણેય પ્લે ગ્રાઉન્ડમાં બેઠા છે. વામિકાએ ફ્રોક પહેર્યું છે અને બે ચોટલી લીધી છે. અનુષ્કાએ વ્હાઈટ ટોપ અને પેન્ટ પહેર્યું છે જ્યારે કોહલી તેની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ટીશર્ટમાં છે. બંને તેની દીકરી સાથે રમી રહ્યા છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, અનુષ્કા શર્મા હાલ ફિલ્મ ‘ચકદા એક્સપ્રેસ’ની તૈયાર કરી રહી છે. જે ક્રિકેટર જુલણ ગોસ્વામીની બાયોપિક છે. છેલ્લે તે ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઝીરો’માં જાેવા મળી હતી. જેમાં તેણે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે સ્ક્રીન શેર કરી હતી.SSS