પ્લે ગૃપથી ધો.૮ સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલીમંડળની માંગ
અમદાવાદ, માર્ચ મહિનાથી સ્કુલો બંધ છે. હાલ ઓનલાઈન કલાસ ચાલુ છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે ૬૦ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કર્યો જ નથી. આ સ્થિતિમાં પ્લે ગૃપથી ધો.૮ સુધીના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા વાલીમંડળે માગ કરી છે. મુખ્યમંત્રી લાખો વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તાકીદે આ સ્પષ્ટતા કરે એવો અનુરોધ પણ વાલીઓએ કર્યો છે.
કોરોના મહામારીના કારણે સ્કુલો ક્યારે શરૂ થશે તે નક્કી નથી. આ સ્થિતિમાં હાઈકોર્ટના હુકમના અનુરોધ પ્રમાણે સરકારેે શાળાઓ જ્યારથી બંધ થઈ અને હવે શાળા ફરીવાર શરૂં થાય ત્યાં સુધીની ફી ટ્યુશન ફી સાથથે માફી આપવી જાેઈએ.ેફી રેેગ્યુલેટરી કમિટીએ જૂન ર૦ર૧ થી નવી ફી લેવા માટે ઓર્ડર કાઢવો જાેઈએ. અને તે પહેલાંની ટ્યુશન ફી માફ કરવી જાેઈએ એવી માંગણી પણ કરવામાં આવી છે. ધો.૧૦ અને ધો.૧રમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની એકઝામ લેવાની છે
ત્યારે જલ્દીથી આ પરીક્ષાની જાહરેાત કરીને તેમાં કેેટલો કોર્સ રાખવામાં આવશે તે સહિતની સ્પષ્ટતા કરવી જાેઈએ. એવી માંગણી પણ ઓલ ગુજરાત વાલી મંડળે કરી છે. હાલની સ્થિતિ એવી છે કે ઓનલાઈન અભ્યાસ ક્રમમાં ખરેખર કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેની કોઈ સચોટ વિગતો બહાર આવતી નથી. આ સ્થિતિમાં પ્લે ગૃપથી ધો.૮ સુધીમાં માસ પ્રમોશન પ્લે ગૃપથી ધો.૮ સુધીમાં માસ પ્રમોશન આપવું જરૂરી છે. બોર્ડની પરીક્ષા લેવાની હોય તો કેવી રીતે લેવાની છે, કોર્સ કેટલો રહેશે તે સહિતની સ્પષ્ટતા કરવામાં આવે એવી માંગણી મુખ્યમંત્રી સમક્ષ વાલીમંડળે કરી છે.