Western Times News

Gujarati News

પ્લોટનો ફ્રન્ટેજ પ૦ મીટરનો હશે તો જ ૭૦ માળ સુધીની ઈમારતને મંજુરી

પ્રતિકાત્મક

૭૦ માળ સુધીની ઈમારતોમાં કોમન જીડીસીઆરના પાર્કિંગના નિયમો-બે રોડને અડીને આવેલા પ્લોટનો ફ્રન્ટેજ ૩પ મીટરનો હશે તો પણ મંજુરી

અમદાવાદ, રાજ્ય સરકારે તાજેતરમાં અમદાવાદ શહેરમાં ૩૦ મીટરથી વધુ પહોળાના રોડ ઉપર ૧૦૦ મીટર ૧પ૦ મીટર, કે ૧પ૦ મીટરથી વધુ ઉૈચાઈની ઈમારતી બાૃંધી શકાય તે માટેનું નોટીફિકેશન કર્યુ છે. એેટલે કે શહેરમાં ૩૦ મીટરના રોડ ઉપર ૭૦ માળની ઈમારતો ઉભી થઈ શકશે પણ નિયમ મુજબ, આ હાઈટનો લાભ માટે પ્લોટનો ફ્રન્ટેજ કેટલા મીટર છે તેની ઉપર ભાર મુકાયો છે. શહેરના ૩૦ મીટરના રોડ ઉપર આવેલા પ્લોટનો ફ્રન્ટેજ પ૦ મીટર હશે તો ૩૩ થી ૭૦ માળ સુધીની ઈમારતો બાંધી શકાશે. જ્યારે બે રોડને અડીને ફ્રેન્ટેજ આવેલો હોય એવા ફાયનલ પ્લોટમાં ૩પ મીટરનો ફ્રન્ટેજ હશે તો પણ વિકાસ પરવાનગી મળી શકશે.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

રાજ્ય સરકારે કરેલા નોટીફીકેશનમાં ૭૦ માળ સુધીની ઈમારતોમાં પાર્કિંગના નિયમો તો કોમન જીડીસીઆરના લાગુ પડશે. એટલે કે કોમર્શિયલ ઈમારતોમાં કુલ બાંધકાના પ૦ ટકા બાંધકામ જેટલુ પાર્કિંગ રાખવાનુ રહેશે. જેમાં ડેવલપર ઈચ્છે એટલા બેઝમેન્ટ બનાવી શકશે. બીજી તરફ ૧૦૦ થી ૧પ૦ મીટરની ઉંચાઈ સુધીના હાઈરાઈઝ બિલ્ડીંગમાં ચારેય બાજુ ૧ર મીટરનુ માર્જીન છોડવાનુ રહેશ.. જ્યારે ૧પ૦ મીટરથી વધુ ઉચાઈની ઈમારતોમાં રોડ સાઈટ ૧પ મીટરન માર્જીન છોડવાનુ રહેશે. જ્યારે અન્ય ત્રણ બાજુ ૧ર મીટરનુ માર્જીન રાખવાનું રશહેશે.

હાલના તબક્કે એવ લાગી રહ્યુ છે કે સરકારે જે નિયમો બનાવ્યા છે તેમ ચોતરફ ૧ર-૧ર મીટરન માર્જીન છોડવામાં આવે અને પ૦ મીટરની ફ્રન્ટેજ હોય તો એવા કિસ્સામાં રપ મીટર કે તેથી વધુની ગણતરી પ્રમાણે બિલ્ડીંગનો બેઝ રાખવાની ગણતરી છે.
એક જ પ્લોટમાં બે ઈમારતો ઉભી થઈ રહી હોય તો તેવા સજાેગોમાં બે ઈમારતો વચ્ચેનું અંતર પોડીયમમાં છોડવાની જાેગવાઈ કરાઈ છે. શહેરમાં ૩૦ મીટરના રોડ ઉપર ૩૩ માળથી લઈને ૭૦ માળ સુધીની હાઈરાઈઝ બિલ્ડીંગ ઉભી કરવાનો લાભ એવા રોડ ફ્રન્ટ સાઈટના પ્લોટને મળશે. જેનો ફ્રન્ટેજ ઓછામાં ઓછો પ૦ મીટરનો હોય અથવા તો કોર્નરનો પ્લોટ હોય ૩પ મીટરની ફ્રન્ટેજ હશે તો પણ વિકાસ પરવાનગી મળી શકશે.  SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.