પ્લોટ વેચી મ્યુનિ. તિજાેરી ભરવામાં પણ કોરોના નડ્યોઃ હરાજીની મુદત લંબાવાઈ
મ્યુનિસિપલના ૧પ પ્લોટની હરાજીમાં વધુને વધુ બિલ્ડરો ભાગ લઈ શકે અને વધુ કિંમત ઉપજી શકે એ માટેે હવે બીજી જૂનના રોજ ઓનલાઈન હરાજી કરાશે
(એજન્સી) અમદાવાદ, કોરોનાની મહામારી સામેની જંગમાં આવક ઘટતા અને ખર્ચ વધતા તળીયા ઝાટક થયેલી મ્યુનિસીપલની તિજાેરીને ભરવા માટે જુદા જુદા વિસ્તારોમાં ૧૬ જેટલા પ્લોટ વેચવામાં પણ કોરોના નડી ગયો છે. અને તેના કારણે વધુ બિલ્ડરો હરાજીમાં ભાગ લઈ શકે તેમજ વધુ કિંમત ઉપજી શકે એ માટે મ્યુનિસિપલ પ્લોટની ઓનલાઈન હરાજીની મુદત લંબાવીને બીજી જૂન સુધી રાખવામાં આવી છે.
મ્યુનિસિપલ સુત્રોના જણાવ્યા અનુસાર ગત માર્ચ એપ્રિલથી કોરોનાએ પગપેસારો કર્યો ત્યારથી તમામ વેપારી ઉદ્યોગપતિઓ, અને બિલ્ડર સહિત સામાન્ય નાગરીક પણ શારીરિક અને માનસિક તેમજ આર્થિક રીતે હેરાનપરેશાન થઈ ગયા છે. બીજી બાજુ મ્યુનિસિપલે શહેરીજનોને વિનામૂલ્યેે સારવાર સહિતની સુવિધા આપવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે.
ગત વર્ષે લોકડાઉનના કારણે વેપાર-ધંધાને માઠી અસર પહોંચતા રાજય સરકાર અને મ્યુનિસિપલે પ્રોપર્ટી ટેક્ષમાં રાહત આપી તેમજ અન્ય આવક પર અસર થવાના કારણે મ્યુનિસિપલનેી તિજાેરીના તળીયા દેખાઈ ગયા હતા. ગત નાણાંકીય વર્ષમાં મ્યુનિસિપલની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. અને માંડ માંડ સ્થિતિ સુધરે એ પહેલાં તો કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. જેમાં પણ નાગરીકો અને વેપારીઓની સાથે સાથે મ્યુનિસિપલને પણ વેઠવાનુૃ આવ્યુ છે.
ગત વર્ષની મ્યુનિસીપલની વિવિધ પ્રકારની આવકને ગંભીર અસર થતાં પ્રાથમિક સુવિધાના કામ અને વિકાસકામો કરવા માટે મ્યુનિસિપલ સતાધીશોએ જુદા જુદા વિસ્તારોમાં ટીપી સ્કીમ અન્વયે પ્રાપ્ત થયેલા રહેણાંકઅ ને કોર્મિશિયલ વાળા ૧૬ પ્લોટો વેચવાનો નિર્ણય લીધો હતો.