પ.બંગાળના ૭૫ ટકા વિદ્યાર્થી પરીક્ષા ન આપી શક્યા: મમતા
કોલકાતા, પશ્ચિમ બંગાળના ૭૫ ટકા વિદ્યાર્થીઓ જીઈઈ-નીટની પરીક્ષામાં બેસી ન શકયાં હોવાનો દાવો મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કર્યો છે. બેનરજીએ કહ્યું કે, કોરોનાના કારણે રાજ્યના ૭૫ ટકા વિદ્યાર્થીઓને પરીક્ષાથી વંચિત રહેવું પડ્યું છે. કેન્દ્ર સરકારને આ પરીક્ષા મોકૂફ રાખવાની વિનંતી વારંવાર કરી હતી પરંતુ કેન્દ્ર સરકારે અમારી વિનંતી કેન્દ્ર સરકારે કાને ધરી નથી. મમતાએ કેન્દ્ર સરકારને ‘અહંકારી’ અને જિદ્દી ગણાવી હતી અને એવો આક્ષેપ પણ કર્યો હતો કે અન્ય રાજ્યોમાં પણ માંડ પચાસ ટકા વિદ્યાર્થીઓ જીઈઈ-નીટની પરીક્ષા આપી શક્યા હતા એવી માહિતી મને અન્ય રાજ્યો તરફથી મળી હતી. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે સુપ્રીમ કોર્ટે ભલે આ પરીક્ષા લેવાની સૂચના આપી હોય, તમે ફેરવિચાર કરો અને વિદ્ય્રાર્થીઓની તકલીફને ધ્યાનમાં લો. પરંતુ કેન્દ્ર સરકારે પોતાનું ધાર્યું કર્યું. અમારી કે અન્ય રાજ્યોની વિનંતીને ધ્યાનમાં લીધી નહીં. જીઈઈ-નીટની પરીક્ષા નહીં આપી શકેલા અમારા હજારો વિદ્યાર્થીઓ હતાશા અનુભવી રહ્યાં હતાં.
મમતાએ એવો દાવો કર્યો હતો કે અમે કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ વ્યવસ્થા કરી હતી પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શક્યા નહીં. રાજ્યમાં જીઈઈ-નીટ માટે કુલ ૪,૬૫૨ વિદ્યાર્થી પરીક્ષા આપવાના હતા. એમાંથી માત્ર ૧૧૬૭ એટલે કે ફક્ત પચીસ ટકા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શક્યાં. બાકીના ૭૫ ટકા નિરાશ તયા. ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે અમારી એક પણ વાત ધ્યાનમાં લીધી નહીં એવો આક્ષેપ પણ મમતાએ કર્યો હતો.SSS